ગાધીધામ મહાનગરપાલિકા બન્યાને છ મહિના થવા આવ્યા છતાં મગનું નામ મરી આપવા તૈયાર નથી. ગાધીધામ મહાનગરપાલિકામાં કિડાણા, ગ્રામપંચાયત રદ કરી મહાનગરપાલિકામાં લેવામાં આવેલ છે પણ સુવિધા પંચાયત જેટલી આપતી હતી એ પણ હવે તો નથી મળતી. જ્યાં જોવો ત્યાં ગટર ઉભારેલ જોવા મળે છે. રસ્તામાં ખાડાઓ જોવા મળે છે. કાચા રસ્તાઓ હોવાથી વરસાદના પાણી ભરેલ રહેતા હોવાથી ગંદકીનો ફેલાવો વધ્યો છે જે ખાડાઓ હરવખતે ગ્રામ પંચાયત વરસાદ બાદ મલબાથી ખાડા ભરી નાખતી હતી. હવે મહાનગરપાલિકા આવુ કંઈ કરવામાં આવ્યું નથી એના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે કચરો લેવા માટે ગાડી વ્યવસ્થા ચાલુ કરી પણ તે વરસાદનું પાણી ભરેલુ રહેતું હોવાથી લેવા આવતા નથી જેથી કચરો બહાર જ ફેંકવા માટે સ્થાનિક સોસાયટી વાળા મજબુર છે. કિડાણા સોસાયટીમાં કરણજીનગર વૈભવ વિલા પૃથ્વીનગર, યોગેશ્વર નગર એકતાનગર, જગદમ્બા સોસાયટી મૈત્રી રેસીડેન્સી બાજુના તમામ રસ્તાઓમાં પાણી ભરેલ છે જેથી સ્થાનિક સ્કૂલમાં છોકરીઓ મુકવામાં બહુ તકલીફ પડે છે.
કિડાણા સોસાયટીમાં સ્થાનિક કોઈ વોર્ડ ઓફિસ ન હોવાથી ૧૨ કિમી મહાનગરપાલિકા ઓફિસમાં રજુઆત કરવા જાવું પડે છે. જો વરસાદ ના પાણી ભરેલ છે તેનાથી રોગચાળો ફાટશે તો જવાબદારી કોની મહાનગરપાલિકા કે આરોગ્ય વિભાગ કે તાલુકા પંચાયત છે એવું સ્થાનિક સોસાયટીમાં રહેતી જનતા પુછી રહી છે.
સ્થાનિક જનતા કહે છે જો મહાનગરપાલિકા જલ્દી સુવિધા નહીં આપે તો અમે પત્ર વ્યવહાર થી ગાંધીનગર અને દિલ્લી સુધી મહાનગરપાલિકા નિષ્ફળ છે તેવી રજૂઆત કરશુ. સ્થાનિક જનતાથી એવું જાણવા મળ્યું કે ર૫ તારીખ ના રાજપાલ આવવાના હોવાથી મહાનગરપાલિકા એ રાજ્યપાલ ને બતાવવા માટે શિણાય રોડ ઉપર રાતોરાત બાવળ કાપવામાં આવ્યા રોડ સફાઈ કરવામાં આવી. જો ત્યાં બતાવવા માટે સફાઈ કરવામાં આવે તો સોસાયટીમાં કેમ આ સુવિધા નથી આપવામાં આવતી એવા સવાલો ઉભા થયા છે.
ગાંધીધામ મહાનગરપાલિકા કિડાણાની સોસાયટીઓમાં સુવિધા આપવામાં નિષ્ફળ
Previous Articleનખત્રાણામા ટ્રાફિકથી લોકો ત્રસ્ત
Related Posts
Add A Comment


