લોકભાષા-ગાંધીધામ :
આશરે અઢી વર્ષ પહેલાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી પોક્સ એક્ટ હેઠળની ફરિયાદમા ગાંધીધામ કોર્ટે દશ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો
આઈ.પી.સી એકટ ક્લમ ૩૬૬, ૩૬૩, ૩૭૬(૨) તથા પોકસો એકટ કલમ ૪,૬ મુજબનાં ગુનાનિ આરોપી ઈકબાલ મુસાભાઈ નાગીયા (મુસ્લીમ) વિરુધ્ધ ભોગ બનારના પીતા વએ ગાંધીધામ બી ડિવી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
આ ગુનાના આરોપી ઈકબાલ મુસાભાઈ નાગીયા (મુસ્લીમ) રહે આહિર વાસ, સુંદરપુરી વાળાએ ફરીયાદીની સગીરવયની દિકરીનું તેના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી લઇ જઈ, બદકામ કરવાનાં ઈરાદે ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાથી લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી ફોસલાવીને અપહરણ કરી લઈ જઈ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની તા. ૨૦/૦૩/૨૦૨૨ના રોજ ફરીયાદ નોંધાવી હતી જેમા દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી વિરુદ્ધ પુરતા પુરાવાના આધારે કોર્ટમા ચાર્જસીટ રજુ કરેલ જે કેસ ગાંધીધામ ખાતે કેસ સ્પે. પોક્સો જજ તથા એડી. સેસન્સ જજ બી.જી.ગોલાણીની કોર્ટ ગાંધીધામ સમક્ષ ચાલતા કેસમા કોર્ટ સમક્ષ સરકાર તરફે સાહેદો તથા દસ્તાવેજી આધારો અને મેડીકલના પુરાવાઓને તથા સરકારી વકીલ એસ.જી.રાણાની દલીલોને ગ્રાહ રાખી આરોપીને સજાનો હુકમ કર્યો હતો
જેમાં ઇ.પી.કો ક્લમ ૩૬૩મા ૫ વર્ષની સખ્ત કેદ તેમજ ૫૦૦૦ દંડ અને દંડ ના ભરે તો 1 માસની કેદની સજા, જ્યારે ઇ.પી.કો કલમ ૩૬૬ મા ૭ વર્ષ ની સખત કેદ તેમજ ૩૦૦૦દંડ અને દંડ ના ભરે તો 1 માસની કેદની સજા અને ઇ.પી.કો ક્લમ ૩૭૬(૨)મા ૧૦ વર્ષની સખત કેદ તેમજ ૧૫૦૦૦ દંડ અને દંડ ના ભરે તો ૩ માસની કેદની સજા ફટકારી હતી
પોક્સો (જાતિય ગુનોથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ ૨૦૧૨) ની ક્લમ ૪,૬ મા આરોપીને દસ વર્ષ ની સખત કેદ તેમજ ૧૫,૦૦૦ દંડ સજા અને જો દંડ ના ભરે તો 3 માસની કેદની સજા કરેલ અને દંડની રકમ માંથી વળતર પેટે ભોગબનારને રૂ.૩૫,૦૦૦ ચુકવી આપવા તેમજ કિ.પો.કોડની કલમ ૩૫૭(એ) અન્યે વિકટીકમ કમ્પનસેશન સ્કીમ અવ્યે ભોગબનારને તેમની આર્થીક તથા સામાજીક સ્થીતી જોતા તેણી ને વળતર પેટે રૂપિયા ૧.૦૦,૦૦૦ ચુકવવાની ભલામણ લીગલ જીલ્લા ઓથોરીટીને કરેલ આ કેસ એડી. સેસન્સ બી.જી.ગોલાણીની કોર્ટ સમક્ષ ચાલેલ જેમા સરકાર તરફે સરકારી વકીલ એસ.જી.રાણાએ હાજર રહી સંપુર્ણ ટ્રાઇલ ચલાવી હતી.

