લોકભાષા-ગાંધીધામ :
કચ્છના સુરજબારી બ્રિજ પર ટ્રેલર પર રહેલું પવનચક્કીનો મહાકાય પાર્ટ્સ કાર પર ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી પાર્ટ્સ કાર પર પડતા કારમા રહેલા લોકો કારમાં દબાયા હતા ગાડીમાં રહેલા લોકોમાંથી એકનું મોત થયું હોવાનુ જાણવા મળ્યુ છે જ્યારે છ લોકોને સલામત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ દુર્ઘટના બાદ ક્રેનો વડે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને પવનચક્કીનો પાર્ટ્સ કાર ઉપરથી હટાવવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ પોલિસ અને હાઇવે પેટ્રોલિંગની ટીમોએ ઘટના બાદ બચાવ કામગીરી હાથ ધરી હતી
સુરજબારી નજીક પવનચક્કીનો પાર્ટ્સ કાર ઉપર પડયો
Next Article નેત્રાથી બાડિયારા રોડની હાલત અત્યંત ખરાબ
Related Posts
Add A Comment


