લોકભાષા-ભુજ :
ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રેરિત અને સ્વામિનારાયણ ગુરુકુળ રાપર આયોજિત ત્રિદિવસીય ક્ષેત્રીય સંમેલનનો ભુજ ખાતે શુભ પ્રારંભ થયો હતો.
મંગલ પ્રભાતે ચાર વેદ અને છ શાખા શાસ્ત્રોનો ભગવાનના સનિધ્યમાં આ વેદોનો પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંતો અને યજમાનોના સાથે પ્રારંભ થયેલી વેદયાત્રા વેદ મંડપમાં વેદોની પધરામણી અને દીપ પ્રાગટ્ય કરીને વેદોની અલગ અલગ શાખા કુટીરો માં વેદના નિષ્ણાત વિદ્વાનો બેસીને વેદની પારાયણ નો પ્રારંભ કરેલ.
આ પ્રસંગે પ્રસાદી મંદીરે પધારેલ બિહારના રાજ્યપાલ મહિમના હાથે વેદાચાર્યો નું પૂજન સાથે વેદનો મંગલ ધ્વનિ પ્રારંભ થયો
બિહારના રાજ્યપાલ આરીફજી નૂતન મંદીરે દર્શન કર્યાંની સાથે મહંત સ્વામીની મુલાકાત કર્યાં બાદ બંને મહાનુભાવો વેદ સંમેલન સભામાં પધાર્યા વેદના મંત્રોચ્ચાર સાથે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, રાજ્યપાલ આરીફજી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિગેરે સંતો અને અગ્રગણ્ય સંતો અને મહાનુભવો, સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ના સંસ્થાપક સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી વિગેરે સંતોની ઉપસ્થિતિમાં સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મંગલ ઉદ્બોધન સાથે સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી ગુરુકુળનો પરિચય આપ્યોહતો જ્યારે સાંદિપની રાષ્ટ્રીય વેદ વિદ્યા ઉજ્જૈનના સચિવ વીરુપાક્ષજીએ વેદની રાષ્ટ્રીય સંસ્થા, વેદની શાખાઓ અને વૈદિક ગુરુકુળમ્ ના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઘર, ગામ ક્ષેત્રમાં, વેદ પહોંચાડવાનો અભિગમનો પરિચય આપ્યો, કચ્છમાં આ રીતના ગુરુકુળ પ્રારંભ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
જ્યારે બિહારના મહા મહિમ રાજ્યપાલએ સંસ્કૃત ભાષા વેદ ઋષિમુનિઓ અને ભારત વર્ષનો આપણા માટે યોગદાન છે અને તેમણે વર્ણવ્યુ હતું કે, વૈદકી રક્ષા દેશ કી રક્ષા, વૈદકી રક્ષા સંસ્કૃતિ કી રક્ષા, વૈદકી રક્ષા જ્ઞાન કી રક્ષા, વૈદિક જ્ઞાનનો વિસ્તારએ બૌદ્ધિક વિસ્તાર છે આ ઉપરાંત ગીતા ભાગવત મહાભારતના વાક્યો સાથે ઉદબોધન કરેલ સાથો સાથ ક્ષેત્રીય વેદ સંમેલન અને સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી.
ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ જે આ મંગલમય કાર્ય થવા જઈ રહ્યું છે તે ભગવાનની કૃપાથી પૂર્ણ અને સૌનું સારું થાય તેમજ વેદવિદ્યાનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પસાર થાય એવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
જ્યારે પુરાણી સ્વામી દેવ બિહારી દાસજીએ સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત અને ભુજ મંદિરની શૈક્ષણિક સેવા પ્રવૃત્તિના વિસ્તાર સાથે શ્રોતાજનોને અવગત કરાવ્યાં હતા.
સવારના સત્રમાં પ્રસાદી મંદિરે ખાતે ૧૧૫ ભૂદેવોએ મંત્રો અને શ્લોકચાર સાથે વિધિવત્ પોથી યાત્રા નીકળી હતી
ત્યારબાદ વેદ પારાયણ, ઋગ્વેદસ્વાહાકાર યજ્ઞ તથા સુરભી યજ્ઞ યોજવામાં આવેલ. શુક્લયજુર્વેદીય પંડિતો દ્વારા વૈદિક મંગલાચરણ સાથે ઉજ્જૈનના શોધવાચક ડો.સદાનંદ ત્રિપાઠી વૈદિકવાડમય મેં સમુદ્રવિજ્ઞાન વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે આરએસએસ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહક મહેશ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. વડીલ સંતોમાં સ્વામી બાલકૃષ્ણદાસ, સ્વામી મુકુંદજીવનદાસ, સ્વામી હરિબળદાસ, કચ્છ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. મોહન પટેલ, ઉજ્જૈનના એમએસઆરવીવીપી સચિવ વિરુપાક્ષ જઠ્ઠિપાલ, આરએસએસ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહક મહેશ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા.
શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજીએ સંતો રાજ્યપાલનો વિદ્વાનોનો સચિવનો સુરક્ષા કર્મીઓનો સૌનો આભાર માન્યો હતો. આ સમગ્ર સભા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શાસ્ત્રી સ્વામી અક્ષર મુનિદાસજી સંભાળ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રસાદી મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રિયદાસજી એ કર્યું હતું.
આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી, ઉપકોઠારી. જાદવજીભાઈ ગોરાસીયા , ટ્રસ્ટીઓ, તેમજ જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલા મહાનુભવોઅને હરભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

