લોકભાષા-ભુજ :
લખપત તાલુકાના તીર્થધામ માતાનામઢ ખાતે બિરાજ માન આશાપુરા માતાજીના મંદિરનું રીનોવેશન કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે જે આગામી દોઢ મહિનામાં પુર્ણ થશે. રૂા. ૩૭ કરોડના ખર્ચે માતાનામઢમાં વિવિધ વિકાસના કાર્યો થવા પામ્યા છે.
માતાનામઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહવાઢેરના જણાવ્યા પ્રમાણે માતાનામઢખાતે આવેલા આશાપુરા માતાજી મંદિર, ખટલાભવાની, ચાચરચા કુંડ તેમજતળાવના બ્યુટીફિકેશન માટે યાત્રાધામ વિકાસ બોર્ડદ્વારા રૂા. ૩૭ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેને લઈનેકામગીરી હાથધરવામાં આવી હતી .જેમાં મોટાભાગની કામગીરી પરીપુર્ણથવા પામી છે. માતાનામઢમંદિર પરિસરને વિશાળ બનાવાયું છે. અહીં ઉદ્યાન, ફુવારા, લાઈટીંગ, દીપમાલા, ગેટબનાવવામાં આવ્યાછે. તેમજ તમામ સ્થળોએઁ કારીગરો દ્વારા નકશી કામ કરીને મંદિરને આખરી ઓપઆપવામાં આવ્યો છે તેની સાથે સાથે જુના રસોડા ગેસ્ટ હાઉસને દૂર કરીને અહીંવિશાળ જગ્યામાં રૂપાંતરીત કરવામાં આવ્યું છે. માતાનામઢ આશાપુરા માતાજીના મંદિરે દર્શનાર્થેઆવનાર વ્યક્તિને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર પરિસરની જગ્યા ખુલ્લી કરી દેવામાંઆવીછે. આગામી દોઢ મહિનાની અંદર સંપુર્ણ કામપુર્ણ થશે તેમજ પાર્કિંગની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ રસોડાનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. માતાનામઢ મંદિર પરિસર એક સુશોભીત પરીસર તરીકે જોવા મળશે. તેની સાથેસાથે ખટલા ભવાની ચાચરા કુંડનું પણ રીનોવેશન કાર્ય પરીપુર્ણ થવા પામ્યું છે. ઉલ્લેખનીય એ છે કે દર આશો નવરાત્રીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં આશાપુરા માતાજીના દર્શનાર્થેઆવે છે.


