લોકભાષા-ભુજ :
ક્ચ્છના વિવિધ મંદિરમા હિંડોળા મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે નખત્રાણા સ્વામિનારાયણ મંદિરમાં પણ હિંડોળા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
મંદિરમાં કોડીના હિંડોળા બનાવવામાં આવ્યા છે ભાવિકોએ ખુબ જ મહેનતથી આ હિંડોળા બનાવ્યા હતા અને દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા તેમજ આ પ્રંસગે નાના અંગીયા સ્વામિનારાયણ મંદિર ના સાંખ્ય યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નખત્રાણા કર્મયોગી બહેનો પણ હાજર રહ્યા હતા.હિંડોળા મહોત્સવને લઈને ભાવિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હાલમાં હિંડોળા મહોત્સવને લઈને ભાવિકો ફ્રૂટ, કટલેરી, શાકભાજી, ડ્રાયફ્રૂટ સહીત અવનવી વસ્તુઓના હિંડોળા બનાવી રહ્યા છે


