લોકભાષા-ભુજ :
નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ભુજમાં ગરબા બનાવતા કારીગરો વ્યસ્ત જોવા મળી રહ્યા છે
ભુજના લખુરાઈ નજીક વર્ષોથી પેઢી દર પેઢી મુસ્લિમ પરિવારો ગરબા બનાવે છે જે નોંધનીય બાબત છે ચાર મહિના પૂર્વથી ગરબા માટીના બનાવાય છે .દર વર્ષે નવી ડિજાઇન આપવામાં આવે છે આ ગરબાને બનાવવા માટી તેમજ કલરનો ઉપયોગ કરવામાં આવે છે.આંગળીના ટેરવે ગરબા બનાવવામાં આવે છે.ગરબા બનાવ્યા પછી તેમાં સુંદર ડિજાઇન બનાવાય છે.તેમજ આભલા લગાડવામાં આવે છે.દર વર્ષે આ ગરબામાં કઈકને કઇક નવો ઓપ આપવામાં આવે છે ત્યારે આ વર્ષે નવરાત્રિને લઈને મુસ્લિમ કુંભાર પરિવાર કામે લાગ્યા છે.ઘરાકી સારી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી
ભુજના રમજુ કુંભાર.કારીગર અને અબ્દુલઘની કુંભાર.કારીગરનાં જણાવ્યા પ્રમાણે હાલમાં તેઓનું પરિવાર ગરબા બનાવવામાં વ્યસ્ત છે તેઓ દર વર્ષે કંઈક નવી ડિજાઇન બનાવે છે જેની ડિમાન્ડ પણ વધુ જોવા મળે છે. આ વર્ષે પણ ગરબામાં અલગ અલગ વેરાઈટીમા રૂપિયા 30 થી 100 નાં ગરબા વહેંચશે તેમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં ડિમાન્ડ વધુ જોવા મળશે


