લોકભાષા-ભુજ :
નવલા નોરતા આવ્યા નવરાત્રી આવે એટલે માતાના મઢ ના દર્શન કરવા લોકો પગપાળા માને મસ્તક નમાવવા નિત નીકળે છે. આ વર્ષ કચ્છમાં વરસાદ સારો પડ્યો છે અને હજુ પણ હવામાન ખાતા દ્વારસ તેમજ અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદ પડશે તેની આગાહી આપી રહ્યા છે. ગુજરાતમાં તેમજ કચ્છમાં પણ અમુક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. માઈ ભક્તોને વરસાદ ભલે આવે પણ માતાના મઢ માં આશાપુરા માતાજીને નિત મસ્તક નમાવવા જશું.
હાલ પદયાત્રીઓ પગપાળા માતાના મઢમાં આશાપુરાના દર્શને ત્રણ દીવસ થયા નીકળ્યા છે.આ વર્ષ વરસાદ સો આની કરતા પણ ઉપર ગયો છે.હજુ પણ વરસાદ કેડો નથી મુકતો હાલ ગુજરાત બાજુ બે દિવસ થયા લગાતાર વરસાદ ચાલુજ છે અને કચ્છમાં પણ વરસાદ થવાની આગાહી સાથે કચ્છના અમુક વિસ્તારોમા છુટા છવાયા વરસાદ સાથે સારો એવો વરસાદ પડી રહ્યો છે. વરસાદનો ડર રાખ્યા વગર પદયાત્રાળુઓનો પ્રવાહ અવિરતપણે ચાલુજ છે.સવાર-સાંજ ઠંડીનો માહોલ બપોરના ભાગે ગરમી જેવો માહોલ અને ક્યારે વરસાદ ચાલુ થઈ જાય એનું નક્કી જ નથી. છતાં પણ માતાના મઢ જતા યાત્રાળુઓ કહે છે કે ટાઢ હોયકે તડકો કે હોય ભલેને વરસાદ મારે માતાના મઢ જવું છે.
ભુજ-નખત્રાણા હાઇવેપરથી અવિરત માતાના મઢ જતા પદયાત્રાળુનો પ્રવાહ ચાલુ છે.વરસાદની આગાહી હોવા છતાં યાત્રાળુઓ પોતાની શ્રધ્ધા અતુટ રાખીને આગળ વધી રહ્યા છે.વરસાદની આગાહી વચ્ચે પોતાની માનતા ઉતારવા આગળ વધી રહ્યા છે.વરસતા વરસાદ યાત્રાળુઓ પગપાળા ચાલતા જાય છે અને કહેતા જાય છે.ટાઢ હોય કે તડકો કે ભલેને હોય વરસાદ મારે માતાના મઢ જાવું છે.


