લોકભાષા-ગાંધીધામ :
નવરાત્રિના નવમા નોરતા નિમિતે નખત્રાણા તાલુકાના નિરોણા ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બલ્ક મિલ્ક કુલરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના લોક લાડીલા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ દ્વારા જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક ધારા ધોરણ તેમજ અત્યાધુનિક ટેક્નોલૉજી સાથે સુસંગત થઈને પશુપાલન કરીયે જેથી દૂધ માં વધારો થાય તેથી પશુપાલકો ને ફાયદો થાય. તેમજ દેશી ગાયનું મહત્વ તેમજ પશુ સંવર્ધન વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી.
આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે નિરોણા ખાતે ક્લસ્ટર બીએમસી ચાલુ કરવાથી દરેક પશુપાલક મિત્રોને દૂધ ભરાવવા માટે પૂરતો સમય મળી રહેશે. તથા સમય સર દૂધ ઠંડુ થઈ જવાથી દૂધની ગુણવતા પણ વધશે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચની પણ બચત થસે. આ સાથે સેક્સ શોર્ટેડ શિમેન તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય માં પ્રથમ એક ગાય માથી 2 વાછરડીનો જન્મ થયો છે તે સમસ્ત કચ્છ સહિત ગુજરાત માટે ગર્વ ની વાત છે સાથે બીજા પશુપાલકો પણ આવી ટેક્નોલૉજી નો બહોળા પ્રમાણ માં લાભ લે તેવું આહ્વાન કર્યું.

આ પ્રસંગે સરહદ ડેરીના ડાયરેક્ટર દયારામભાઈ પટેલે જણાવ્યું હતું કે 1500 લિટર થી શરૂઆત કરેલ સરહદ ડેરી આજે 5 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ કરે છે. તેનો શ્રેય સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલને જાય છે જેમણે ટૂંક ગાળામાં વધુ વિકાસ પ્રચલિત કર્યો છે.
અત્રે નોંધનિય છે કે આ ક્લસ્ટર બીએમસીમાં નિરોણા, ઓરીરા, જતવાંઢ, પાલનપુર, વેડહાર એમ મળીને કુલ 5 ગામનું દૈનિક 4500 લિટર જેટલું દૂધ આવશે.
આ પ્રસંગે ગફુરભાઈ ખત્રી (પદ્મશ્રી એવોર્ડ રોગાન આર્ટ), કરશનજી જાડેજા(જિલ્લા પંચાયત સદસ્ય નિરોણા), રમેશભાઈ આહિર(તાલુકા પંચાયત સદસ્ય), દયારામભાઈ પટેલ (ડાયરેક્ટર સરહદ ડેરી), ખેંગારભાઈ આહિર(પ્રમુખ સેવા સહકારી મંડળી નિરોણા), નરોતમભાઈ ખેતાભાઈ આહીર(સરપંચ- નિરોણા), રાજેશભાઈ ભાનુશાલી અને વાલજીભાઈ આહિર (પૂર્વ સરપંચ નિરોણા), રણછોડભાઈ આહિર (સરપંચ વંગ), હિરજીભાઈ જાડેજા (ઉપસરપંચ ખારડીયા) નિરોણા મંડળીના પ્રમુખ શિવજીભાઈ આલાભાઇ આહીર તેમજ લોરીયા બીએમસીમાં આવતી દૂધ મંડળીના પ્રમુખ-મંત્રી તેમજ બહોળી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન, મહેમાનોનું શાબ્દિક સ્વાગત સાથે આભારવિધિ નરોતમભાઈ ખેતાભાઈ આહીર દ્વારા કરવામાં આવ્યું.

