લોકભાષા-મુન્દ્રા :
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મુંદ્રાએ ફરી એકવાર અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે નવેમ્બર-2024માં 0.832 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને અનોખો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. અદાણી પોર્ટ સેજનું કાર્ગો હેન્ડલીંગ નવેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 21% વધીને કુલ 36 એમએમટી થયું હતું. અદાણી પોર્ટ સેઝ 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.
અગાઉ મે 2024માં મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે 0.826 એમએમટીનો રેકોર્ડ સર્જોયો હતો, જેને નવેમ્બરમાં 0.832 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને વટાવ્યો છે. અદાણી પોર્ટ સેઝની એકીકૃત આવક અને EBITDA નાણાકીય વર્ષ 2024 થી નાણાકીય વર્ષ 2029 સુધી અનુક્રમે 20% અને 18% ના CAGR પર વધવાની ધારણા છે. તો આવક અને EBITDAમાં અનુક્રમે 46% અને 48% CAGR પર વૃદ્ધિની અપેક્ષા છે.
દરમિયાન ફાઇનાન્સિયલ સર્વિસિસ અને રિસર્ચ ફર્મ નુવામાએ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેર પર ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે. રિસર્ચ ફર્મને અદાણી પોર્ટ્સની આવક અને EBITDAમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે. તેનુ માનવું છે કે અદાણી પોર્ટ સેઝની નાણાકીય સ્થિતિ મજબૂત, દેવું ઓછું અને રોકડની સ્થિતિ સારી છે. કંપની પાસે બંદરો અને લોજિસ્ટિક્સ સુવિધાઓ સહિત મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. વળી કંપનીને સરકારી નીતિઓનો પણ ફાયદો મળી શકે છે.
તાજેતરમાં યોજાયેલા અદાણી પોર્ટ સેઝ ઇન્વેસ્ટર ડે 2024માં, કંપનીએ 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાના તેના લક્ષ્યને પુનરોચ્ચાર કર્યો હતો. આ લક્ષ્યાંક થકી મુખ્યત્વે સ્થાનિક કાર્ગોમાં 12% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ થવાની ધારણા છે, જ્યારે દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વ જેવા મુખ્ય બજારોમાં સ્થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો પણ વૃદ્ધિ પામશે.
અદાણી પોર્ટ સેઝ સંચાલિત સેવાઓમાં સતત નવા-નવા રેકોર્ડસ સર્જાઈ રહ્યા છે. અગાઉ અદાણી પોર્ટ્સ મુન્દ્રા રો-રો ટર્મિનલે સૌથી વધુ કાર શિપમેન્ટ નિકાસ કરવાનો વિક્રમ સર્જ્યો હતો. દર કલાકે 116 કારોની નિકાસ સાથે મુન્દ્રા રોરો ટર્મિનલે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.