Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવાના માટે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા કરવા દિશા નિર્દેશો આપ્યા છે. આ હેતુસર તેમણે 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા રૂપિયા 1646.44 કરોડ મંજૂર કર્યા છે. એટલું જ નહિં, 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને…
લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના નિરોના ગામમાં મોટેરા સાથે સગીરો પણ દેશી દારૂની લતે ચડી ગયા છે અને દારૂ વેંચાણ સામે પોલીસ વિભાગ આંખ આડા કાન કરી રહયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જોકે આ બાબતે પોલીસે નશાખોરી સામે કાર્યવાહી થતી રહેતી હોવાથી કરેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું. આ મામલે ભુજના અનુસૂચિત સમાજ અગ્રણી લખન ધુવા સાથે સ્થાનિક ગ્રામજનો દ્વારા પોલીસ મથક બહાર પ્રતીક ધરણા યોજી દારૂ વેંચાણ અંગે નારાજગી દર્શાવી તેના સામે પગલાં લેવાની માગ કરતો વિડીયો સોસીયલ મીડિયા ઉપર જોવા મળ્યો હતો. જે અંગે ધુવા સાથે વાત કરતા તેમણે પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કામકાજથી નીકળતા…
લોકભાષા-ભુજ : ભીરંડીયારામાં અદાણી કંપનનીના ઇલેકટ્રીક થાંભલા પર 16 વર્ષના સગીરએ કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત આપઘાત કરી લીધો હતો. બીજીતરફ નખત્રાણાના નવા રસલીયા ગામની વાડીમાં વીજ કરંટ લાગવાથી પરિણિતાનું મોત નીપજ્યું હતું. ખાવડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ મોટા બાંધા ગામના અને હાલ ભીરંડીયારા નજીક ભેંસના વાડા પાસે રહેતા જાફર ભચલ હિંગોરજા (ઉ.વ.16) નામના કિશોરે શુક્રવાર રાત્રીના એક વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર ભેંસના વાડાથી થોડે દુર અદાણી કંપનીની લાઇટના ઇલેકટ્રીક થાંભલા પર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ કરી છે. નખત્રાણાના નવા રસલીયામાં…
લોકભાષા-ભુજ : જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત કચ્છના ધારાસભ્યઓએ લોકોને સ્પર્શતા વિકાસ તેમજ માળખાકીય સુવિધાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ ખેડૂતોની વાડીમાંથી ટ્રાન્સફોર્મર ચોરી તેમજ વાયર ચોરી અંગેના કેસોમાં કાયદાકીય પગલા લેવા અને ઝડપથી ફરિયાદ દાખલ કરવા અંગેના પ્રશ્નની રજૂઆત કરી હતી. આ ઉપરાંત ભચાઉના લખાવટ ગામે સ્કૂલ ઉપરથી પસાર થતી વીજ લાઈનને દૂર કરવા, ભૂકંપ બાદ ફાળવાયેલા પ્લોટને જૂની શરતો મુજબ ફાળવવા, લાકડીયા ગામે ખાનગી કંપની દ્વારા રોડ ઉપર દબાણ…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના ઉદ્યોગ મંત્રી સમક્ષ મીઠીરોહર જીઆઈડીસી વિસ્તારની ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં 200થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં વાર્ષિક 100 કરોડ રૂપિયાથી વધુનું ઉત્પાદન થાય છે અને લગભગ 5,000થી વધુ કામદારો અને કર્મચારીઓ રોજગાર મેળવે છે. પરંતુ રસ્તાઓની બિસ્માર સ્થિતિને કારણે માલની હેરફેર અને કામદારોની અવરજવરમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કાર્યરત ગાંધીધામ આજુબાજુનો સમગ્ર વિસ્તાર, કંડલા પોર્ટ અને દેશના સૌથી મોટા રેલવે જંક્શનમાંના એક એવા ગાંધીધામ રેલવે સ્ટેશનની આસપાસ હોઈ અહીં, વિશાળ…
લોકભાષા-ભુજ : માંડવી પોલીસે પાંચોટીયાના બુટલેગર દેવરાજ ગઢવીની ધરપકડ કરતાં પાંચોટીયા ગામના કુખ્યાત અને ફરાદી ગામના સસ્પેન્ડેડ તલાટી કમ મંત્રી એવા પુનશી આલા ગઢવી અને તેના ભાઇ સહિતના શખ્સોએ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવીને બારીના કાચમાં તોડફોડ કરી હતી. હાજર એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી. અન્ય પોલીસ સ્ટાફે આરોપીઓને પકડીને લોકઅપમાં પૂરી દીધા હતા. ઘટનાને પગલે ભુજ ડિવાયએસપી સહિતના ઉચ અધિકારી દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. પોલીસ મથકમાં હુમલો કરનારા આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. બનાવ અંગે માંડવી પોલીસ મથકના ઇન્સ્પેકટર ડી.ડી. સીમ્પી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારે પાંચોટીયા ગામના બુટલેગર દેવરાજ ગોપાલ ગઢવી સામે અનેક…
લોકભાષા-ગાંધીધામ : સામખ્યાળી હાઈવે ઉપર લાકડીયા નજીકથી આશરે ૧.૮૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને લાકડીયા પોલીસે ઝડપી લીધા હતા આ અંગે મળતી વિગતો મુજબ લાકડીયા પોલીસને મળેલી બાતમીના આધારે લાકડીયા નજીક હાઇવે ઉપર તપાસ કરતા કિયા ગાડી નંબર જીજે 03 એમએચ પસાર થતા અટકાવી તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કિયા ગાડી સાથે કુલ 9,81,884 ના મુદ્દા માલ સાથે આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા ટપુભા જાડેજા અને રણજીતસિંહ ટપુભા જાડેજાને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે આ ગુનામાં ઉપેન્દ્રસિંહ ભાવુભા જાડેજા નું નામ ખુલતા ત્રણેય વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ…
લોકભાષા-ભુજ : ભુજ રહેતા મહિલાને અજાણ્યા નંબરધારકે મોબાઇલમાં લીંક મોકલાવીને બેન્કની વિગતો ભરાવ્યા બાદ ખાતામાંથી રૂપિયા 98,999 જેટલી રકમ ઉપાડી લઇને ઠગાઇ કરી હતી. ભોગબનારે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાની ગયેલી પૂરેપૂરી રકમ બેન્કના ખાતામાં પરત અપાવી દીધી હતી. ભુજ રહેતા રૂચીતાબેનને તેમના મોબાઇલ ફોનમાં એક અજાણ્યા નંબરથી લીંક આવી હતી. જે લીંક મહિલાએ ઓપન કરી હતી. જેમાં માહિતી ભરવાની હોઇ મહિલાએ એ માહિતી ભરી દીધી હતી. અને થોળી વારમાં જ મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી 98,999 રૂપિયા ઉપડી ગયા હતા. જેથી મહિલાને પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતાં સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)ને ફરિયાદ અરજી આપી હતી. જેના…
લોકભાષા-ભુજ : કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે કચ્છ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરડો ખાતે રણ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી ૫સાર થતો રસ્તો કે જે ”રોડ ટુ હેવન” (એનએચ-754કે નો ભાગ) ના નામે ૫ણ ઓળખાય છે તેની પણ મુલાકાત લે છે. સફેદ રણ વિસ્તાર, રોડ ટુ…
લોકભાષા-ભુજ : ભુજના શેખપીર માર્ગે આવેલા ભુજોડી ગામના બેરોજગાર યુવાઓએ આજે નજીકની તેલ રિફાઇન્ડ કરતી આશાપુરા કંપની બહાર ધરણા પ્રદર્શન કરી ઉધોગ એકમના માર્ગ ઉપર અવરોધ ઉભો કર્યો હતો નોકરી મેળવવાની માગ સાથે સ્થાનિક 100 જેટલા લોકો કંપનીના પ્રવેશદ્વાર બહાર પહોચી ગયા હતા, જેને લઈ સ્ટાફ સાથેની બસ એકમની અંદર પ્રવેશી શકી ન હતી. મામલાને થાળે પાડવા કંપની તરફથી પોલીસની મદદ લેવામાં આવી છે. જોકે, પોતાની માગ ઉપર અડગ રહેલા લોકો દ્વારા માર્ગ રોકી રાખવામાં આવ્યો છે. આ મામલે ભુજોડી ગામના ડિગ્રી ધરાવનાર કિશન મંગેરીયાએ કહ્યું કે, સ્થાનિકના શિક્ષિત બેરોજગાર યુવકોને નજીકની કંપનીમાં રોજગાર મળે તે માટેની કાયમી માગ હોવા…

