લોકભાષા-ગાંધીધામ :
આગામી તા. ૦૬/૦૧/૨૦૨૫ના રોજ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મળશે તે પહેલા કોગ્રેસમાથી ચુંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને પ્રશ્નોતરી અંગે પત્ર પાઠવી વિગતવાર જવાબ માંગ્યો છે
કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મંજુલાબેન શંભુભાઈ ડાંગરએ પાઠવેલા પત્રમાં કચ્છ જીલ્લામાં હાલે કેટલા શિક્ષકોની ઘટ છે, કચ્છમાંથી કેટલા શિક્ષકોની જીલ્લા ફેર બદલી કરવામાં આવેલ છે, તે પૈકી કેટલા શિક્ષકોને છુટા કરવામાં આવેલ છે, કચ્છમાં શિક્ષકોની ઘટ પુરવા માટે જીલ્લા પંચાયત દ્વારા અત્યાર સુધીમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે, કે રજુઆતો કરવામાં આવેલ છે જેની આધારો સાથેની માહિતી આપવા જણાવ્યું છે.
આ ઉપરાંત આ પત્રમાં જીલ્લા પંચાયત પાસે સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં કેટલું સ્વભંડોળ ઉપલબ્ધ છે, જીલ્લા પંચાયતના પ્રમુખને વાહન ફાળવવામાં આવેલ છે કે કેમ, વાહન ફાળવવામાં આવેલ ના હોય તો તેના કારણો શું ? અને જીલ્લા પંચાયત આ માટે શું કરવા માંગે છે, જીલ્લા પંચાયતની તમામ કેડરોમાં આઉટસોર્સની સંખ્યા કેટલી છે જેની કેડરવાઈઝ માહિતી પૂરી પાડશો, વર્ષ ૨૦૨૪-૨૫ ની ઓકટ્રોયની ગ્રાન્ટ વિકાસ કમિશ્નર દ્વારા જીલ્લા પંચાયતને ફાળવવામાં આવેલ છે કે કેમ અને જો ફાળવેલ હોય તો કયા માસ સુધી કઈ તારીખે જમા થયેલ છે તેમજ જે-તે ગ્રામ પંચાયતોને ક્યારે ફાળવેલ છે જેની વિગત, ગ્રામ પંચાયત દ્વારા મહેસુલની જેટલી વસુલાત કરે તે પૈકી કેટલા ટકા ગ્રામ પંચાયતોને ફાળવવાની હોય છે અને જે ફાળવવાના નિયમો કઈ રીતે નક્કી કરવામાં આવે છે જેની વિગત, જીલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૨૪-૨૫ માં કેટલા મકાનો મંજુર થયા અને જે પૈકી કેટલા મકાનોના કામો પૂર્ણ થયા અને કેટલા બાકી છે જેની માહિતી, ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ ચો.વાર નો પ્લોટ કોને મંજુર કરી શકાય અને તેના નિયમો શું જેની વિગતવાર માહિતી, જીલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટની જોગવાઈ માસ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં કયા હેડે કેટલું ખર્ચ કરવામાં આવેલ છે જેની વિગત, જીલ્લા પંચાયત સામાન્ય સભામાં સિંચાઈ કૌભાંડની ફરિયાદો બાબતે સમિતિ રચી તપાસ કરવાનું નક્કી થયેલ હતું જે પૈકી સમિતીની રચના થયેલ છે કે કેમ અને સમિતિએ શું કાર્યવાહી કરેલ છે જે કાર્યવાહીનો અહેવાલ સામાન્ય સભામાં આપવા જણાવ્યું છે
આ ઉપરાંત જીલ્લામાં નવી ગ્રામ પંચાયતો જાંબુડી, પશુડા કે અન્ય પંચાયતોના નાણાપંચના કામો માટે આઈ.ડી. પાસવર્ડ કાર્યરત નથી જેના કારણે કામો થઈ શકતા નથી તો તેના કારણો શું ? અને ક્યાં સુધી જીલ્લા પંચાયત દ્વારા આવી ગ્રામ પંચાયતો માટેની કાર્યવાહી કરશે, કચ્છમાં ૭ વર્ષથી વધારે સમયથી રિસરફેસિંગના થયેલ હોય તેવા કયા કયા રસ્તાઓ આવેલ છે અને આવા રસ્તાઓ ક્યારે કામ કરવામાં આવશે, ભુજ તાલુકાનું મદનપુર ગ્રામ પંચાયત ભવનનું કામ હાલે ચાલુમાં છે કે કેમ અને જો ના હોય તો તેના કારણો શું, જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા હાલે કેટલા તળાવોના કામો ચાલુમાં છે અને કામો શરૂ ના થયેલ હોય તો તેના કારણો શુ, જીલ્લામાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વિદ્યાર્થીઓની પ્રાથમિક શાળામાં કોઈ તાલુકામાં ગ્રાન્ટ ચુકવવાની બાકી છે, રોયલ્ટી ગ્રાન્ટ કયા કયા ગામોને મળી શકે અને હાલે ડી.એમ.એફ. ની મીટીંગ મળેલ જેમાં જીલ્લામાં કયા કયા ગામોને કેટલી ગ્રાન્ટો ફાળવવામાં આવેલ છે સહિતની માહિતી આપવા જિલ્લા પંચાયતના સદસ્ય મંજુલાબેન શંભુભાઈ ડાંગરએ રજુઆત કરી છે.

