લોકભાષા-ગાંધીધામ :
સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનના બે ડાયરેક્ટરની ચુંટણીમાં વર્ષોથી ડાયરેક્ટર તરીકે કાર્યરત અને વર્તમાન ડેપ્યુટી ચેરમેન પ્રેમભાઈ લાલવાણીનો વિજય થયો હતો જ્યારે વર્તમાન ડાયરેક્ટર સુરેશભાઇ નિહલાણીને સેવક લખવાણીએ પરાસ્ત કર્યા હતા.
એસઆરસીના બે ડાયરેક્ટરની ચુંટણી જાહેર થતા જ કડકડતી ઠંડીમા પણ ચુંટણીનો માહોલ ગરમ બન્યો હતો. આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં આખરે શેરહોલ્ડર દ્વારા એક નવા ડાયરેક્ટરની એઆરસીમા એન્ટ્રી કરાવી હતી જો કે તેઓ અગાઉ પણ આ પદ પર રહી ચુક્યા છે.
એસઆરસીના બે ડાયરેક્ટરો પ્રેમ એસ. લાલવાણી અને સુરેશભાઈ નિહલાણીની ખાલી પડેલી જગ્યા ઉપર ચુંટણી યોજાઈ હતી જેમાં આ વખતે પ્રેમ લાલવાની અને સુરેશ નિહલાણી ઉપરાંત સેવક લખવાણી, વિક્રમ ભાટિયા, નવનીતભાઈ ગજ્જર, ધૃવ દરિયાણી, દિપક લખવાણી, નીતુ મનસુખાણી સહિત આઠ ઉમેદવારો મેદાનમાં હતા.
સોમવારે એસઆરસીની એજીએમ બાદ જાહેર કરવામાં આવેલા ચુંટણીના પરિણામોમા પ્રેમ લાલવાણી અને સેવક લખવાણીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.


