લોકભાષા-ગાંધીધામ :
ચેક રિર્ટન કેસમા આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમ રૂપિયા એક લાખ ચુકવવાનો ગાધીધામની કોર્ટે હુકમ કર્યો હતો
આ કેસની મળતી વિગતો મુજબ ફરિયાદી કુન્દન ડી. પ્રસાદએ આરોપી કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે અંગે કોર્ટ કેસ ચાલી જતાં કોર્ટે સજા અને રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો.
ગાંધીધામમાં રહેતા કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાયએ કુન્દન ડી. પ્રસાદ પાસેથી મિત્રતામા રૂપિયા પચાસ હજાર વર્ષ ૨૦૨૩- ઉધાર લીધા હતા. જેના અવેજમાં કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાયએ કુન્દન ડી પ્રસાદને રૂપિયા પચાસ હજારનો સ્ટેટ બેન્ક ઓફ ઈનડીયાનો ચેક આપ્યો હતો. જે ચેક કુન્દન ડી. પ્રસાદ વર્ષ-2023માં કલીયરીંગ માટે બેન્કમા રજુ કરતા આ ચેક વગર વટાવે પાછું આવ્યો હતો. સદરહુ ચેક બાઉન્સ થતા કુન્દન ડી પ્રસાદ દ્વારા એન. જે. તોલાની વકીલ મારફતે ચેક અનાદરનો વર્ષ 2023મા કેસ કરેલ હતો. જે કેસ ચાલી જતા આ કેસમાં ગાધીધામના એમ.એચ.ચોહાન અધિક ચીફ જયુડીશીગલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી કૃષ્ણસિહ રામઈકબાલસિહ રાયને એક વર્ષની સજા અને ચેકની બમણી રકમ એક લાખનુ વળતર આપવાનો હુકમ કર્યો હતો આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે એન. જે. તોલાનીએ હાજર રહી દલીલ કરી હતી.

