લોકભાષા-ગાંધીધામ :
અંજાર પીજીવીસીએલ વર્તુળ દ્વારા ગાંધીધામમા વીજ બિલની ચૂકવણી ન કરનાર કોમર્શિયલ જોડાણો કાપવાની ઝુંબેશ હાથ ધરી છે પીજીવીસીએલના 70 કર્મચારીઓની 14 ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કોમર્શિયલ અને ઓફીસોના બાકી બીલ સામે કાર્યવાહી કરી વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા.
અંજાર વર્તુળ પીજીવીસીએલ કચેરી દ્વારા અગાઉ નોટીસો આપ્યા પછી પણ બીલના નાણા ન ભરતા કનેક્શન કાપવાની કામગીરી અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આશરે 6.50 કરોડની વસુલાત બાકી હોવાથી ફરજિયાત વિજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ, ઓફીસના બિલ બાકી હોય તેમના વિજ જોડાણ કાપી નાખવામાં આવશે આ ઝુંબેશ આગામી બે માસ સુધી ચાલશે.
અંજાર પીજીવીસીએલ દ્વારા બિલની રકમ ન ભરતા કોમર્શિયલ અને ઓફીસોના વિજ જોડાણ ધારકોને અગાઉ બિલની ભરપાઇ કરવા જણાવવામાં આવ્યું હતુ તેમ છતાં બીલની ભરપાઈ કરવામાં આવી ન હોય તેવા વિજ જોડાણ કાપવા પીજીવીસીએલની ટીમ સ્થળ ઉપર જઈ ફરજિયાત વીજ જોડાણ કાપી નાખશે અને આવા કોમર્શિયલ વિજ જોડાણ ધારકોને ફરીથ જોડાણ માટેની પ્રક્રિયા કરવી પડશે.

