લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના ગોધરા ગામે એલસીબીએ રહેણાકના મકાનમાં છાપો મારીને આરોપીને રૂપિયા 22,391ની કિંમતની વિવિધ શરાબની 36 નંગ બોટલો અને 14 નંગ બીયરના ટીન કિંમત રૂપિયા 1,722 અને 15 હજારના મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે, ગોઘરા ગામે રહેતા જીગ્નેશ ઉર્ફે જીગર કરશન બુચીયા (ઉ.વ.26) બહારથી દારૂનો જથ્થો મંગાવીને વેચી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે તેના ઘરમાં દરોડો પાડીને 36 નંગ દારૂની બોટલો અને 14 નંગ બીયરના ટીન તથા 15 હજારનો એક મોબાઇલ મળીને કુલ. રૂપિયા 39,113નો મુદમાલ કબ્જે કરીને આરોપીને આગળની કાર્યવાહી માટે મુદમાલ સાથે માંડવી પોલીસને સોંપ્યો હતો.

