લોકભાષા-ભુજ :
અબડાસા તાલુકાને સાંકડતી ભુજ-નલિયા રેલવે લાઈન કરોડો રૂપિયાના ખર્ચે પથરાઈ પરંતુ હજુ સુધી માલગાડી શરૂ થઈ પણ ટ્રેન શરૂ ન થતાં પ્રવાસીઓમાં કચવાટ ફેલાયો છે. હજુ પણ અનેક કામગીરી અધુરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ ૨૮ ઓક્ટો. ૨૦૨૪ના ભુજ-નલિયા બ્રોડગેજનું લોકાર્પણ કર્યું હતું. રૂા. ૧૦૯૪ કરોડના ખર્ચે પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ હેઠળભુજથી નલિયા રેલવે લાઈન પાથરવામાં આવી હતી. લોકાર્પણ બાદ ભુજ-નલિયા વચ્ચે માલગાડી શરૂ થઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ પણ ટ્રેન આ લાઈન વચ્ચે શરૂ થઈ નથી. રેલવે પેસેન્જર એસોસીએશનના મંત્રી પ્રબોધ મુનવરના જણાવ્યા પ્રમાણે ભુજ-નલિયા રેલવે લાઈનમાં હજુ અનેક અધુરાશો જોવા મળે છે. જેમાં સિગ્નલ તેમજ ફાટક સહિતના કામો અધુરા છે. જે કામો પુર્ણ થાય પછી જટ્રેન શરૂ થઈ શકે. તો બીજીતરફ પ્રવાસીઓના કહેવા મુજબ ૧૯૯૦ના વર્ષગાળા દરમિયાન ગાંધીધામ-નલિયા વચ્ચે સુરખાબ એક્સપ્રેસ દોડતી હતી જેબંધ થઈ ગઈ હતી. તેના પછી અત્યાર સુધી એકપણ ટ્રેન દોડીનથી. માત્ર માલગાડી દોડી રહી છે. આ ઉપરાંત નલિયાથી વાયોરવચ્ચેના ૨૭ કિ.મી.ના વિસ્તારમાં રેલવે ટ્રેકપાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પુર્ણ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ભુજસુધી આવતી કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસ ત મજ ભુજબરેલી ટ્રેનને નલિયા સુધી લંબાવવામાં આવેતો પશ્ચિમ કચ્છના અનેક લોર્કોને આ ટ્રેનનો લાભ મળી શકે. ભાનાડા ખાતેના એરફોર્સ સ્ટેશન ખાતે જવાનો ફરજ બજાવે છે. તેમજ અબડાસા તાલુકા વિસ્તારમાં મોટાભાગના લોકો મુંબઈ વસવાટ કરે છે જેઓને ટ્રેન શરૂ થાય તો સીધો લાભ તાલુકા મથકે મળી શકે. હાલમાં ભુજસુધી ટ્રેનો આવતી હોવાથી મોટાભાગના મુસાફરોને ભુજ આવવું પડે અને ભુજથી ટ્રેનમાં બેસવું પડે. જેમાં ખાનગી વાહનોમાં આવતા લોકોને તો ભાડું પણ મોંઘુ પડે છે. હાલમાં ભુજ-નલિયા વચ્ચે એકથી બે કોચને જોડતી ટ્રેન શરૂ થાય તો અનેકમુસાફરોને આશીર્વાદરૂપ થાય તેમ છે. આબાબતે રેલવે તંત્ર કચ્છના લોકોની માંગણીને સ્વીકારે અને કામ ઝડપથી પુર્ણ કરે તે ઈચ્છનીય બની રહે છે.

