લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ આદિપુરમા રખડતા ઢોર અને આંખલાના આતંકથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે આદિપુરમા શાકભાજી લેતા મહીલાઓને આંખલાએ અડફટે લેતાં ઈજાઓ પહોંચી હતી
ગાંધીધામ આદિપુરમાં આખલાનો આંતક વધ્યો છે ગંભીર સમસ્યા છતાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલું વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી છે આખલાના આંતકને કારણે વાહન ચાલકો રાહદારીઓ અડફેટે આવતા હોવાના રોજિંદા બનાવો બન્યા છે અને અકસ્માતમાં માનવ જિંદગી હોમાઈ હોવાના પણ બનાવો બન્યા છે તેમ છતાં ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આ અંગે કોઈ જ કાર્યવાહી કરતું નથી આજે આદિપુરના કેસર નગર સોસાયટીમાં શાકની લારી પાસેથી શાક લેતા મહિલાઓ ઉપર આખલાઓએ જાણે હુમલો કર્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા આ આખલાના આંતકને કારણે શાકભાજી લેતી મહિલાઓ ઇજાગ્રસ્ત બની હતી લોકો દ્વારા નગરપાલિકા સામે આક્રોશની લાગણી વ્યકત કરવામાં આવી રહી છે ગાંધીધામ આદિપુરમાં રખડતા ઢોર માર્ગો ઉપર ઉભા રહે છે તેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઘણી વખત વાહનચાલકોને અડફેટે લેતા ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચે છે જ્યારે અમુક બનાવમા આ અકસ્માત જીવલેણ પણ સાબિત થયા છે આદિપુરના કેસર નગરમાં બનેલા આજના બનાવવામાં મહિલાઓને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત મહિલા દ્વારા આક્રોશ ઠાલવ્યો હતો.
આ અંગે ઈજાગ્રસ્ત ડાહીબેન પ્રજાપતિ દ્વારા હું જણાવ્યું હતું કે મહિલાઓ શાકભાજી લેતા હતા ત્યારે એકાએક આખલાઓ દોડીને આવ્યા અને હડફેટ લીધા હતા જેમાં ચાર પાંચ મહિલાઓને ઈજાઓ પહોંચી છે નગરપાલિકા દ્વારા આ અંગે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
જ્યારે કેસર નગર સોસાયટીના અરજણભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રખડતા ઢોરને કારણે સોસાયટીમાં લોકોને પારાવાર મુશ્કેલી કરવી પડે છે આખલા પકડવામાં આવે અથવા તો સોસાયટી વિસ્તારમાં ગેટ બનાવવામાં આવે તો આખલાના આંતકથી બચી શકાય તેમ છે.


