લોકભાષા-ગાંધીધામ :
અહીંના અગ્રવાલ સમાજના ઉપક્રમે આજરોજ ભવ્યાતિભવ્ય વૈભવશાળી સર્વ પ્રથમ સર્વજ્ઞાતિય
સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. અગ્રવાલ સમાજ દ્વારા પારિવારીક લગ્ન જેવી ભવ્યતા અને રજવાડી ઠાઠ સાથે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ૧૧ યુગલો સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ તકે ગાંધીધામના આંબેડકર ભવન ખાતે અગ્રવાલ સમાજની સામાજિક સંસ્કૃતિની ભવ્ય ઝલક જોવા મળી હતી.
ગાંધીધામ અગ્રવાલ સમાજના પરિવારોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહમાં આચાર્ય ઠાકુરદત્ત શર્માના માર્ગદર્શન હેઠળ ભૂદેવોએ ૧૧ દંપતિઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે સપ્તપદીના ફેરા કરાવ્યા હતા.
મહામંડલેશ્વર પ.પૂ.ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.
આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમારોહમાં કાસેઝના ઝોનલ ડેવલોપમેન્ટ કમિશનર દિનેશસિંહ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક સાગર બાગમાર, ગાંધીધામ એરીયા રેલવે મેનેજર આશિષ ધાનિયા, આદીપુર પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશનંદજી મહારાજ દિનેશ ગગૅ- નવનિર્વિત અધ્યક્ષ અગ્રવાલ વિકાસ મહાસભા, સંજીવ અગ્રવાલ મંત્રી (આણંદ), સુરેશ અગ્રવાલ (સુરત), ગીરધારીલાલ અગ્રવાલ -કૌશાધ્યક્ષ (દાહોદ)ઉપસ્થિત રહી નવયુગલોને શુભેચ્છાઓ
પાઠવી હતી.
આજ રોજ સમુહલગ્નોત્સવમાં પધારેલા મહાનુભાવોને અવકાર આપવામાં આવ્યો હતો. જેમાં ગીતા મનીષી
સ્વામી જ્ઞાનાનંદજી મહારાજનું સ્વાગત સમીરભાઈગર્ગ, સુભાષ ગોયલ, દીનેશભાઈ ગુપ્તા તથા સંજય ગર્ગ દ્વારા કરવામા આવ્યુ હતુ. કાસેઝના ડીસી દીનેશસીંગનું સ્વાગત રાકેશ અગ્રવાલ, સુભાષ ગોયલ , રાજેન્દ્ર અગ્રવાલ, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારનું સ્વાગત રાહુલભાઈ ગોયલ, સંજયભાઈ ગર્ગ, સુરેશભાઈ ગુપ્તા, દ્વારા જયારે એ.આર.એમ આશીષ ધાનીયાનું સ્વાગત વિજયભાઈ બંસલ, ભીખુભાઈ અગ્રવાલ, દેવકીનંદન બંસલ તો પ્રકાશાનંદજી મહારાજનું સ્વાગત ઉમેશ ગોયલ આલોક મોર દ્વારા કરવામા આવ્યુ હતુ. જે બાદ કાર્યક્રમમાં સ્વાગત
પ્રવચન સમીરભાઈ ગર્ગ, સાગર બાગમાર, આર્શીવચન જ્ઞાનાનંદજી મહારાજ, આભારવીધી સંજયભાઈ ગર્ગ તથા કાર્યક્રમનું સંચાલન ભગવાનદાસજી ગુપ્તા દ્વારા કરવામા અlવ્યુ હતુ.
આજે સવારે ૯ કલાકે લગ્ન મુહૂર્ત લેવાયા હતા. ૧૦ કલાકે જાનનું આગમન થયું હતું. ૧૧ વરરાજાઓ ઘોડી પર સવાર થઈ વૈભવીઠાઠ સાથે મંડપમાં પહોંચ્યા હતા. ૧૧ કલાકે હસ્તમેળાપની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે ૧ કલાકે પ્રિતિભોજનનું આયોજન કરાયું હતું. અને બપોરે 3 કલાકે કન્યાઓને વિદાય અપાઈ હતી. ભવ્ય અને રજવાડી લગ્ન એ અગ્રવાલ સમાજની આગવી ઓળખ રહ્યા છે. અત્યાર સુધી ગાંધીધામ અગ્રવાલ સમાજ વિવિધ સામાજિક, ધાર્મિક અને આરોગ્યલક્ષી પ્રવૃતિઓ સાથે ગરીબ પરિવારોની દિકરીઓને કરિયાવર આપતું રહ્યું છે. ગાંધીધામ અગ્રવાલ સમાજે પોતાની સામાજિક પ્રવૃતિઓનો વ્યાપ વધારી હવે પ્રથમ વખત સમુહ લગ્નોત્સવનું
આયોજન કર્યું હતું. અગ્રવાલ પરિવારોમાં યોજાતા વૈભવશાળી લગ્નની જેમ જ સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સમુહ લગ્નોત્સવના સફળ આયોજન માટે વિવિધ પાંચ સદસ્યોની ૧૨ સમિતિની રચના કરવામાં આવી હતી. કોઈપણ જ્ઞાતિ બાધ વગર બુધવારે 19.03.2025 ના,૧૧ યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ વૈભવશાળી
સમૂહલગ્ન સાથે અગ્રવાલ સમાજે અન્ય સમાજ માટે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ગાંધીધામ અગ્રવાલ સમાજના પ્રમુખ સમી૨ ગર્ગ, માનદ મંત્રી સંજય ગર્ગ, મહિલા અધ્યક્ષ પાયલ બિંદલ, યુવા અધ્યક્ષ રાહુલ ગોયલના માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાનો, મહિલા અને યુવા કાર્યકરોએ સફળ આયોજન સંભાળ્યું હતું તેવું અગ્રવાલ સમાજના મીડિયા પ્રભારી અશોકભાઈ મિતલની યાદીમાં જણાવાયું છે.


