લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત સઘન બનાવી હતી અને ટેક્ષ ભરવામાં કસુરવાર એકમો સીઝ કરવામાં આવ્યા હતા તેમજ હજુ ટેક્સની ભરપાઈ કરવામાં નહી આવે તો હરરાજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગાંધીધામ મહાનગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્રારા ગાંધીધામ ખાતે સેક્ટર-11 ના પ્લોટ નં.77, પ્લોટ નં.77/1 તથા પ્લોટ નં.94 ના બાકી મિલકત વેરા અનુક્રમે રૂપિયા 7,54,527, રૂપિયા 10,21,126 અને રૂપિયા 15,78,024 વર્ષ 2024-25ના માર્ચ-2025 અંતિમ બાકી નીકળતા હોય તેઓને નોટીસ આપવામાં આવેલ હોવા છતા બાકી રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સદર પ્લોટ પર આવેલ કુકવેલ ફૂડ પ્રા. લિ. ને જપ્તી/સીલ કરવામાં આવેલ છે તેમજ સમયમર્યાદા પૂર્ણ થતા મિલ્કતની હરાજી કરી રકમ વસુલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
આ કામગીરીમાં મહાનગરપાલિકાના ફૂડસેફ્ટી ઓફિસર આનંદ ઉદવાની, ટેક્ષ ઇન્સ્પેક્ટર નિયત ધોળકિયા, સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજ પવાની, ગાયત્રીપ્રસાદ જોષી, કમલ કેલા, અનિલ ભાટીયા, કે યુ જાડેજા, જય મોર્યાણી, દિલીપ તારાણી હાજર રહ્યા હતા.
આમ, મહાનગરપાલિકા વિસ્તારના શહેરી તેમજ ગ્રામ્ય તમામ મિલકત ધારકોને જણાવવામાં આવે છે કે તેઓના બાકી વેરા સત્વરે મહાનગરપાલિકાની કચેરીએ ભરપાઈ કરશો અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સર્વે બાકીદારોએ ગંભીર નોંધ લેવી તેમ નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલભાઈ દેસાઈએ જણાવ્યું હતું.


