લોકભાષા-ગાંધીધામ :
શુક્રવારે રાત્રે મેઘપર નજીક થયેલી લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી નિકળ્યો હતો. લુંટને ખોટી રીતે ઉપજાવી કાઢી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે સાત લાખ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના મેઘપરમા બેંકમાંથી નાણાં ઉપાડી શેઠને આપવા જતો હતો ત્યારે બે બાઈક સવારે એકટીવાને પાડી દઈ એકટીવાની ડેકીમાથી સાત લાખની લુંટ કરી હોવાની અંજાર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ હતી જેમા ભોગ બનનારે જ લુંટને ઉપજાવી કાઢી હોવાનું ખુલ્યું હતું
અંજાર પોલીસ મથકે પ્રવિણ ભાકાભાઈ મેરેએ સાત લાખની લુંટ થઈ હોવાનુ જાહેર કર્યું હતું દરમિયાન પોલીસને તપાસમાં આવો બનાવ બન્યો ન હોવાનુ ધ્યાનમા આવતા પ્રવિણ મેરની પુછપરછ કરી હતી સઘન પુછપરછમા પ્રવિણ મેર દ્વારા લુંટનો બનાવ ઉપજાવી કાઢયો હોવાની કરી કબુલાત કરી હતી.
આ બનાવની વધુ મળતી વિગતો મુજબ આરોપીએ લુંટની ઘટનાને ઉપજાવી લુંટની રકમ તેના મિત્ર નાગપાલસિંહ ઉર્ફે બાચુ વિક્રમસિંહને આપી હતી. જેને આ બાબતે કોઇ જ જાણ કરવામાં આવી ન હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ કરતાં આ બાબત બહાર આવી હતી. પોલીસ લુંટની રકમ સહીત આરોપી પ્રવિણ મેર ને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


