લોકભાષા-ગાંધીધામ :
ઐતિહાસિક અને ધર્મપ્રેમી ભક્તજનો માટે આસ્થાનું પ્રતિક ગણાતા ગોવર્ધન પર્વત પર આજે એક વિશેષ અને ભાવિ ક્ષણ બની, જ્યારે દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાઈ સોમાભાઈ મોદી પરિવાર સાથે આ પવિત્ર ધરતી પર પધાર્યા. તેમના આગમન પર સચ્ચિદાનંદ સંપ્રદાયના વર્તમાન મહંત ત્રિકમદાસજી મહારાજે પારંપરિક રીતે તેમનું હર્ષભેર સ્વાગત કર્યું હતુ
ગોવર્ધન પર્વત માત્ર એક પર્યટન સ્થળ જ નહીં, પરંતુ હિન્દુ ધર્મની આસ્થા અને કૃષ્ણ ભક્તિનું પવિત્ર પ્રતિક છે. આ પર્વતનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ પ્રાચીન કાળથી જ રહી આવ્યું છે. ભક્તજનો આ પર્વતની પરિક્રમા કરીને પવિત્રતાનો અનુભવ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાઈ સોમાભાઈ મોદી તેમના પરિવાર સાથે ગોવર્ધન પર્વતની પવિત્ર યાત્રા માટે પધાર્યા હતા અહીં તેમણે સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ સાથે મુલાકાત કરી. મહંતએ તેમની પધરામણી પર સાલ ઓઢાડી અને ભાવથી મૂર્તિ અર્પણ કરીને તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતુ.
ગોવર્ધન પર્વત પર પધારી સોમાભાઈ મોદીજીએ પર્વતની પર પ્રસરી રહેલી હરિયાળી જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતાં પવિત્ર પર્યાવરણ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભૂતિ કરતા તેમણે ધન્યતાનો અનુભવ કર્યો. પરિવાર સાથે પર્વતની પરિક્રમા કરી કૃષ્ણચરણમાં પોતાની ભક્તિ અર્પી હતી
સોમાભાઈ મોદીના ગોવર્ધન પર્વત પર આગમન અને સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત સાથેના શુભ સંવાદ એ ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મની ઊંડાઈ દર્શાવે છે. આ મુલાકાત માત્ર એક ધાર્મિક યાત્રા ન હતી, પણ આજની પેઢી માટે એક સંદેશ આપતી હતી કે ભારતીય સંસ્કૃતિ અને ધર્મની પવિત્રતા અને મહત્વ ક્યારેય ઓટ પામતું નથી.
સોમાભાઈ મોદીના આગમન સમયે સ્થાનિક ભક્તજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભક્તોએ તેમની સાથે ધાર્મિક ચર્ચાઓ કરી અને આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા મળતાં ગૌરવ અનુભવ્યું હતુ ગોવર્ધન પર્વત પર મુલાકાત દરમિયાન સોમાભાઈએ વ્રજભૂમિનો અહેસાસ કર્યો હતો
આજે ગોવર્ધન પર્વત પર ભક્તિ અને શ્રદ્ધાનો એક નવો પળ સર્જાયો, જ્યાં સોમાભાઈ મોદીઅને , મહંત ત્રિકમદાસજી મહારાજ સાથે ચર્ચા કરી હતી.


