નેત્રાથી બડિયારા પાંચ કિમી અંતર ધરાવતો રોડ અંત્યંત ખરાબ હાલતમાં હોઈ તેને પ્રધાનમંત્રી સડક યોજનામાં આવરી લેવામાં આવે તો મુખ્યત્વે માલધારી વર્ગ તેમજ ખેત મજૂરની વસ્તી ધરાવતા બડિયારાને સવલત મળી રહે વળી આ ગામ નાનું હોઈ જીવન જરૂરિયાત વસ્તુ લેવા કે દવાખાને જવા નેત્રાનો જવું જ પડતું હોય છે ત્યારે લાંબા સમયથી આ અત્યંત બિસ્માર માર્ગ પર ચાલવું ગ્રામજનોને જાણે કંટક પર ચાલવા સમાન લાગી રહ્યું છે.

વળી અત્યાર સુધીમાં આ રોડ એક જ વખત બન્યો છે ત્યારે આ રોડ ને ફરી ડામરથી મઢી લોકોની તકલીફ દૂર કરવા તેને પ્રધાન મંત્રી સડક યોજના માં આવરી લેવામાં આવે એવી માંગણી નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવી છે.



