લોકભાષા-અમદાવાદ :
ઉત્તર રેલવેના દિલ્હી સરાય રોહિલ્લા–રેવાડી સેક્શનમાં દિલ્હી સરાય રોહિલ્લા–પટેલ નગર–દિલ્હી કેન્ટ–પાલમ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કમિશનિંગ માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે તેમ રેલ્વે વિભાગ દ્વારા જણાવાયું છે.
આ અંગે રેલવે પ્રસાશન દ્વારા આપેલી માહિતી મુજબ ટ્રેન નંબર 20983 ભુજ–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 06 ઓક્ટોબર 2026ના રોજ રદ રહેશે અને ટ્રેન નંબર 20984 દિલ્હી સરાય રોહિલ્લા–ભુજ એક્સપ્રેસ 07 ઓક્ટોબર 2026ના રોજ રદ રહેશે.
જ્યારે અમુક ટ્રેનોના માર્ગ પરિવર્તિત કરાયા છે જેમા ટ્રેન નંબર 19403 ભુજ–દિલ્હી એક્સપ્રેસ તારીખ 06 ઓક્ટોબર 2026ના રોજ તેના નિર્ધારિત માર્ગ રેવાડી–પાલમ–દિલ્હીના બદલે પરિવર્તિત માર્ગ વાયા રેવાડી–ભિવાની–રોહતક–દિલ્હી થઈને ચાલશે. ટ્રેન નંબર 14312 ભુજ–બેરેલી એક્સપ્રેસ તારીખ 06 ઓક્ટોબર 2026ના રોજ તેના નિર્ધારિત માર્ગ રેવાડી–પાલમ–દિલ્હીના બદલે પરિવર્તિત માર્ગ વાયા રેવાડી–ભિવાની–રોહતક–દિલ્હી થઈને ચાલશે. ટ્રેન નંબર 14321 બેરેલી–ભુજ એક્સપ્રેસ તારીખ 07 ઓક્ટોબર 2026ના રોજ તેના નિર્ધારિત માર્ગ દિલ્હી–પાલમ–રેવાડીના બદલે પરિવર્તિત માર્ગ વાયા દિલ્હી–રોહતક–ભિવાની–રેવાડી થઈને ચાલશે.
રેલવે વિભાગ દ્વારા મુસાફરોને વિનંતી કરી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે. ટ્રેનોના સમય, રોકાણ તથા સંચાલન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.


