પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું : સમસ્યા ઉકેલવાની ખાત્રી આપવામાં આવી
લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામના સેક્ટર પાંચ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર સમસ્યાથી ત્રસ્ત લોકો આજે નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જોગાનુજોગ જિલ્લા કલેકટર પણ મહાનગરપાલિકા સંદર્ભે ચર્ચા કરવા નગરપાલિકા પહોંચતા આ વિસ્તારના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી આ સમયે ઉપસ્થિત મુખ્ય અધિકારીને સમસ્યાનો ઉકેલ લાવવા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
ગાંધીધામના સેકટર પાંચ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ સમસ્યાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંગે નગરપાલિકાના પ્રમુખ અને સંબોધી આવેદનપત્ર પાઠવ્યું હતું અને નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ સમક્ષ આ અંગે રજૂઆત પણ કરી હતી પ્રમુખ દ્વારા આ સમસ્યાના ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.
સમસ્ત કચ્છી સતવારા સમાજ સેક્ટર -૫, સથવારા કોલોની, ગાંધીધામ દ્વારા ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે પ્લોટ નંબર 123 થી 144, સેક્ટર-5, સથવારા કોલોનીમા ગટર લાઈન આખી બેસી ગઈ છે તેથી ઘણા ટાઈમથી ગટરના પાણી ઘરમાં આવે છે. નાના છોકરાની સ્કૂલ જવામાં તકલીક, ઘરમાં રહેવામાં તકલીફ અને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે જેથી આ વિસ્તારમાં વહેલાસર ગટર લાઈન નાખવામાં આવે તેવી માંગ કરાઈ હતી
આ પત્રમાં ગટર લાઈન ઉપર જે પણ દબાણ આવતું હોય તે હટાવવાની તૈયારી દર્શાવી હતી અને નડતર રૂપ હોય તે તોડી નાખવા પણ જણાવ્યું હતું અત્યારે ચાંદીપુરા વાયરસનો ખતરો મંડરાયેલો છે ત્યારે આ વિસ્તારમાં ફેલાયેલા ગંદકીથી રોગચાળો ફેલાવાની દહેશત પણ વ્યક્ત કરી હતી
આ વિસ્તારના લોકો દ્વારા ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ બની ગયું હોવાનું જાણવી પીવાનુ પાણી પણ ગટર મિશ્રિત પાણી આવતુ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ સમયે આવી પહોચેલા જિલ્લા કલેકટર સમક્ષ પણ રજૂઆત કરી હતી અને તે સમયે પોતાના વિસ્તાર માટે મંજુર કરવામાં આવેલી ડ્રેનેજ લાઇન અન્ય સ્થળોએ નાંખી દેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો.


