લોકભાષા-ભુજ :
માંડવીની કોર્ટે જમીનના વિવાદના દાવામાં આપેલા હુકમ સામે ભુજની કોર્ટમાં કરાયેલી અપીલ અદાલતે મંજુર કરીને હુકમ રદ કરતો ચુકાદો આપ્યો હતો.
માંડવીના શા. પ્રભુલાલ કાનજીના વારસોએ તેમના વડીલની મિલ્કત વીટાતર મુક્ત માટે માંડવી કોર્ટમાં માંડવીના ઝાલા ગંગાબા પ્રતાપસિંહ વિરૂધ્ધ દિવાની દાદો દાખલ કર્યો હતો. જેમાં માંડવી કોર્ટે પ્રભુલાલ કાનજીના વારસોને મિલ્કત સોંપી આપવા હુકમ કર્યો હતો. જેની સામે ગંગાબા પ્રતાપસિંહના પાવરદાર જયમલસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ભુજની કોર્ટમાં અપીલ કરતાં ભુજના આઠમાં અધિક ડીસ્ટ્રીકટ જજ દ્વારા અપીલ મંજુર કરીને માંડવી કોર્ટો હુકમ રદ કર્યો હતો. આ કેસમાં એપેલન્ટ તરફે એડવોકેટ બુકલ આર.મહેતા તથા રાજેશ વારોતરા હાજર રહ્યા હતા.


