લોકભાષા-ભુજ :
ભુજના પરા ગણાતા માધાપર ખાતે યક્ષદેવના મંદિરના પરિસરમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે
સાંસદ વિનોદભાઈ ચાવડાએ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.આ વર્ષે સ્ટોલમાં કટલેરી, ખાણીપીણી, ચકડોળ, ઈલેક્ટ્રીક સાધનો, ખેત ઓજારો, રેડિમેડ કપડાં, સર્કસ સહિતની નાની મોટી બજારો, સહેલાણીઓ માટે પાણી, આરોગ્ય, ફાયરબિગ્રેડ ની વ્યવસ્થા પણ 24 કલાક સુધી ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે દર વર્ષે મેઘરાજા પણ આ મેળા દરમિયાન દેખા દેતા હોય છે. પરંતુ તો પણ અહીંના લોકો વરસાદમાં પણ આ મેળાની મજા માણતા હોય છે.
ભાતીગળ ઈતિહાસ ધરાવતા મેળામાં એક લાખ લોકો ઉમટતા હોય છે. જિલ્લાના પાટનગર ભુજથી પાંચ કિલોમીટર દૂર આ મેળો યોજાતો હોય છે. લોકો અહીં જાહેર પરિવહન, પોતાના વાહનો મારફતે આરામથી પહોંચી શકે છે.
આ સમય દરિમયાન કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓ પણ આ મેળાની મુલાકાત લેતા હોય છે. આજકાલ યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ પર ટ્રાવેલ અને લાઇફ વ્લોગ બનાવતા યુવાનો પણ આ મેળામાં પોતાના હાઇટેક ગેજેટ્સ લઈને અહીં મેળામાં ફરવા આવતા હોય છે અને આ મેળાની ઝલક પોતાના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી દુનિયાભરમાં પહોંચાડતા હોય છે.
કચ્છનો આ મેળો બે દિવસ માટે ખુલ્લો મુકવામાં આવે છે. આ મેળામાં કચ્છ અને બૃહદ કચ્છનાં લોકો પણ મુલાકાતે આવે છે. 2 દિવસીય આ મેળામાં મનોરંજન તેમજ દરેક પ્રકારની વસ્તુઓના સ્ટોલ, ચગડોળ સહિતનાં સાધનો પણ હોય છે. જ્યારે આજુબાજુના ગામડાંમાંથી લોકો અહીં યક્ષ દેવની ખીર મીઠા ભાત જેને પહેડી કહેવામાં આવે છે તે ચડાવે છે. કચ્છના લોકો અહીં યક્ષ બૌતેરા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છે. યક્ષ દાદાના મંદિરે નવયુગ હોય કે નાનું બાળક કે પછી મોટી વયના વૃધ્ધો પણ અહીં અચૂક શિશ ઝૂકાવે છે.


