લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામની વૃદ્ધ મહિલા એક દિવસ પૂર્વે લાપતા બની હતી.જેનો આજે તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ કોટડા જડોદર ગામની 80 વર્ષીય ધનબાઈ દાનાભાઈ ભદરૂ ગત તારીખ 14 સપ્ટેમ્બરના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હતા આ અંગે પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી.આજે ગામમાં આવેલા ભોજરાઈ તળાવમાં વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.સ્થાનિકોએ પોલીસને જાણ કરતા સ્થળ પર ટિમ આવી પહોંચી હતી
ગામના તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.ત્યારબાદ પોસ્ટ મોર્ટમ માટે મંગવાણા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પોલીસના કહેવા મુજબ હતભાગી મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતા.માનસિક અસ્વસ્થાને લઈને જિંદગીનો અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે