લોકભાષા-ગાંધીધામ : સૂર્યશક્તિ કિસાન યોજનામાં કચ્છના કિસાનોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ સાથે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ભુજ ખાતે પશ્ચિમ કચ્છ પીજીવીસીએલના ચીફ ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે આ અંગે આવેદનપત્રમાં જણાવ્યું છે કે કચ્છમાં સૂર્ય શક્તિ કિસાન યોજનામાં આવતા તમામ ફીડરોના ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે અગાઉ કંપની પીજીવીસીએલ અને ખેડૂતો વચ્ચે થયેલા ત્રિ-પક્ષીય કરાર મુજબ કંપની દ્વારા નક્કી કરાયેલી સર્વિસ ખેડૂતોને આપવામાં કંપની નિષ્ફળ છે તેનાથી ખેડૂતોને મોટા બીલ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવ્યા છે તેના અનુસંધાને ખેડૂતો દ્વારા અગાઉ સંબંધીત વિભાગમાં અનેક વખત રજૂઆત કરી છે.

આ પત્રમાં સવાલો કરી જણાવ્યું છે કે સોલાર સિસ્ટમની ખામીના કારણે વીજ ઉત્પાદન થતું નથી તેનો ભોગ ખેડૂતો શા માટે બને? સોલાર થી થતા વીજ ઉત્પાદનની લોસ ખેડૂતો શા માટે ભોગવે? નિયમોનુસાર આ નુકસાન કંપની ભોગે તેવી માંગ કરી છે યોજના ખૂબ સારી છે સરકાર અને ખેડૂતોને ફાયદો થાય છે તો યોજનાને લગતી વર્તમાન ખામીઓને દૂર કરી અસરકારક રીતે અમલી બનાવવાની માંગ કરી છે.
પત્રના અંતમાં આગામી 28 સપ્ટેમ્બર સુધીમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સંગઠન દ્વારા ખેડૂતોને પોતાનો હક્ક મેળવવા માટે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે.
આ આવેદનપત્ર આપતી વખતે કિસાન સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ શામજીભાઈ મ્યાત્રા કરણભાઈ ગગલ શિવજીભાઈ ભરાડીયા વાલજીભાઈ લીંબાણી રામજીભાઈ છાંગા પ્રેમજીભાઈ લીંબાણી દેવજીભાઈ છાંગા જગદીશભાઈ લીંબાણી લખમશીભાઈ હિરાણી રામજીભાઈ આહીર રતનશીભાઈ ભીમાણી જયેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

