લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના મોટા યક્ષના મેળામાં મોબાઈલ ચોરીની ઘટનાઓ પછી હવે આવનારા દિવસોમાં માતાનામઢમાં આવી ઘટનાઓ બને તે પૂર્વે પોલીસ તંત્રએ સજાગ રહેવાની જરૂરિયાત ઉભી થવા પામી છે
પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં મોટા યક્ષના મેળામાં પાણી લેવા ઉભેલા તેમના ભાઈના ખિસ્સામાંથી એક લાખનો મોબાઈલ ચોરાયો હતો. ત્યારે ટ્રેસ થતા લોકેશન પૂર્વ કચ્છનું જોવા મળ્યું હતું. અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે ત્યારે પોલીસ તંત્રએ જાગવાની જરૂરત છે આ પૂર્વે માધાપરના નાના યક્ષના મેળામાં પણ મોબાઈલ ચોરાયાની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. હાલમાં યોજાનાર માતાનામઢ નવરાત્રી સમયે મોટી સંખ્યામાં લોકો આવશે ત્યારે પોલીસ મોબાઈલ તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડવા યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે તેમજ લોકો પણ આવા તત્વો પર નજર રાખીને પોલીસના હવાલે કરે તેવી માંગ ઉઠવા પામી છે.પોલીસ દ્વારા માત્રને માત્ર અરજીઓ લઈને સંતોષ માનવાના બદલે ગેંગને ઝડપી પાડવા કાર્યવાહી કરે તે આવનારા સમયની માંગ છે


