લોકભાષા-આણંદપર :
એસ.ટી.બસ વિભાગ દ્વારા નખત્રાણા થી ભુજનું અંતર ૫૧ કિલોમીટર અને ભુજ થી નખત્રાણાનું અંતર બસ ટિકિટમાં ૫૪ કિલોમીટર બતાવવામાં આવતા, પ્રવાસીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
આ બાબતે એક પ્રવાસીએ જણાવ્યું હતું કે એસ.ટી.બસમાં આપવામાં આવતી ટિકિટમાં બે સ્થળ વચ્ચેના અંતરમાં ત્રણ કિલોમીટર જેટલો તફાવત જણાય છે.અલબત્ત ૩ કિલોમીટરના તફાવતના કારણે ટિકિટની રકમમાં કોઈ ફરક પડતો નથી.
પરંતુ સ્વાભાવિક રીતે આશ્ચર્ય થાય કે જે રોડ રસ્તે રૂટ પર બસ જાય ત્યારે ૫૧ કિલોમીટર અને એ જ અંતર કાપીને તે જ રોડ રસ્તા રૂટ પર પરત આવે ત્યારે ૫૪ કિલોમીટર થઈ જાય છે.આવું કેમ બને છે !
ગૂગલ મેપ પર આ જ રૂટ ૫૦ કિલોમીટરનું અંતર બતાવવામાં આવે છે. પરંતુ સ્વાભાવિક પણે બસ ટિકિટમાં જ એક જ દિવસે સવારના ભાગે ૫૧ અને સાંજે ૫૪ કિલોમીટર કેમ થઈ જતું હશે.એક વિચારવા જેવું છે.


