લોકભાષા-ગાંધીધામ :
દેશના મહાબંદરગાહો ઉપર કામ કરતા કર્મચારીઓ અને કામદારો માટે બોનસની નવીનિતિને કેન્દ્રીય કેબિનેટએ મંજુરી આપી દીધી છે. જેથી દિવાળી પર્વ પહેલા બોનસની ચુકવણી થાય તે માટેના સંજોગો ઉજળા બન્યા છે
ભારત સરકારનાં શિપિંગ મંત્રાલય દ્વારા કેન્દ્રીય કેબિનેટને મોકલવામાં આવેલી કામદારોને મળવા પાત્ર બોનસની સિલીંગ 2020-21 થી 2025-26 સુધી મુખ્ય બંદરો અને ગોદી મજૂર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે સંશોધિત ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો પોર્ટના લગભગ 20,704 કર્મચારીઓ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારોને થશે. તેમજ સમગ્ર સમયગાળા દરમિયાન દેશના મહાબંદરગાહો લગભગ રૂપિયા 200 કરોડનુ આર્થિક ભારણ વધશે
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે 2020-21 થી 2025-26 ના વર્ષો માટે તમામ મુખ્ય પોર્ટ ઓથોરિટીઝ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ યોજનામાં ફેરફાર કર્યો છે અને તેની ગણતરી માટે પોર્ટ ચોક્કસ કામગીરી માટે વેઇટેજમાં વધારો કર્યો છે. ઓલ ઈન્ડિયા પરફોર્મન્સને વેઇટેજ આપવાને બદલે ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડની ગણતરી વેતનની ટોચમર્યાદા પર બોનસની ગણતરી માટે રૂપિયા 7000 પ્રતિ મહિને કરવામાં આવી છે. આ નવી બોનસ નીતિ બંદરગાહના કર્મચારીઓને કામ કરવા પ્રોત્સાહિત કરશે તેમ એચ.એમ.એસ યુનિયનના પ્રમુખ એલ.સત્ય નારાયણ અને ઉપપ્રમુખ જીવરાજભાઇ ભાંભી જણાવ્યું હતું.


