લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ શહેરની મધ્યમાંથી પસાર થતા ટાગોર રોડ ઉપરના ઓવરબ્રિજ પહેલેથી જ અનેક વાદવિવાદમાં રહ્યો છે લાંબા સમયના વિલંબબાદ કાર્યાન્વિત થયેલ આ ઓવરબ્રિજની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠ્યા હતા ત્યારે ઓવરબ્રિજની સાઈડમાં લગાવેલો પાઇપ નીચે પડતા દુર્ઘટના ટળી હતી પરંતુ સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ ઉપર નીચેથી કોઈ પસાર થયું હોત તો આ અકસ્માત જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ હતો સદનસીબે આવી કોઈ ઘટના બની નથી. ગાંધીધામની મધ્યમાંથી પસાર થતાં આ ઓવરબ્રિજની કામગીરી સામે પહેલેથી જ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે થોડા વખતમાં જ આ ઘટનાએ ગુણવત્તા યુક્ત કામગીરી થઈ ન હોવાની જાણે સાક્ષી પુરાવી હોય તેમ મનાઈ રહ્યું છે.
આ અંગે ગાંધીધામ પચરંગી શહેર તાજેતરમાં ડો આંબેડકર બ્રિજ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવેલ હજી તો થોડાક જ મહિના થયા છે ત્યારે બ્રિજ ઉપરથી પાઇપ તૂટવા લાગ્યા છે સદનસીબે આ દુર્ઘટનામાં નુકસાન કે જાનહાનિ થઈ ન હતી આ બ્રીજ ઉપરથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી રહી છે આ બાબતની તપાસ થાવી જોઈએ તેમ લતીફભાઈ ખલીફા મહામંત્રી ગાંધીધામ શહેર કોંગ્રેસએ જણાવ્યું હતુ.


