લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ખાતે કાયમી મામલતદારની નિમણૂંક માટે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ગાંધીધામમા છેલ્લા કેટલાયે સમયથી ગાંધીધામ મામલતદારની જગ્યા ખાલી પડી છે અને હાલમાં અંજાર મામલતદાર પાસે ચાર્જ દ્વારા કામ ચલાવવામાં આવે છે. ગાંધીધામ મામલતદાર દ્વારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યા બાદ આ સ્થાન ખાલી પડેલ છે. લગભગ ત્રણ લાખથી વધારે વસ્તી ધરાવતા ગાંધીધામ શહેરી અને ગ્રામીણ પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. રોજેરોજની કામગિરી જેવી કે આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડની કામગીરી, ધાર્મિક સામાજિક કાર્યક્રમ કે કોઈ રેલીની પરમિશન, ઇ ધરાની કામગિરી, રાશન કાર્ડની કામગિરી, તાલુકા મેજિસ્ટ્રેટ તરિકેની કામગિરી જેવી અનેક રોજિંદી કામગિરી અટકી પડે છે. તેમ જણાવ્યું હતું.
લોકો ધરમના ધક્કા ખાઇને કંટાળી ગયા છે. એકબાજુ સર્વરની નેટની મુશ્કેલી અને જ્યારે સર્વર ચાલે ત્યારે મામલતદાર હાજર ન હોય જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એકબાજુ કાળજાળ ગરમીમાં લોકો લાંબી લાઈનોમાં ઉભા રહીને પોતાની સુવિધાઓ મેળવવા મામલતદાર કચેરી ખાતે આવે છે પરંતુ કાયમી મામલતદાર ન હોવાથી તેઓ ને નિરાશ થઈ વિલે મોઢે પાછું ફરવું પડે છે. ગાંધીધામએ ઔધોગિક શહેર હોવાને નાતે અનેક લોકો અલગ અલગ રાજ્યોમાંથી રોજગારી અર્થે અવર જવર રહેતી હોય છે ત્યારે તેમને મામલતદાર કચેરીની કામગિરી અર્થે મુશ્કેલી વેઠવી પડતી હોય છે, તે મુશ્કેલી નો કાયમી ઉકેલ લાવી ને તાત્કાલીક મામલતદારની નિમણૂક કરવામાં આવે અથવા હાલ ના નાયબ મામલતદારને ચાર્જ આપવામાં આવે તેવી અમારી માંગણી છે.
હાલમાં રાશન કાર્ડનીની ઈ કેવાયસીની કામગીરી કરવાની સરકાર દ્વારા આદેશ કરવામાં આવેલ છે, ત્યારે મજૂર અને અભણ વર્ગ આ કામગીરી બાબતે અલગ અલગ જગ્યાએ ભટકી રહ્યા છે, તેવી જ રીતે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ રાશન કાર્ડ સાથે આધાર કાર્ડનું લિંક કરી કેવાયસી દ્વારા જ સ્કોલરશીપ આપવાની કામગરી પણ ચાલુ કરવામાં આવી છે, જેથી લોકો ખુબ મુશ્કેલી સામનો કરી રહ્યા છે. સસ્તા અનાજની દુકાનોમાં આ કામગીરી બાબતે લોકોને ટલ્લે ચડાવતા હોવાની પણ ફરિયાદો મળેલ છે, તો આવી કામગીરી કોઈપણ સસ્તા અનાજના દુકાનદાર દ્વારા આનાકાની કરવામાં આવે તો કડક પગલાની પણ કાર્યવાહિ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
હાલે રાશન કાર્ડની કામગીરી કરવામાં માટે લોકોને આવી ગરમીમાં લાઈન ઉભા રહેવું પડે છે અને લોકોને રાશન ચાલુ કરવા માટે ઈ કેવાયસી ફરજિયાત હોવાથી અરજદારો મામલતદાર ઓફિસે ધક્કા ખાવા પડે છે અને અરજદારના રાશનકાર્ડમાં જેટલા નામ હોય એટલા સભ્ય હાજર રહેવું પડે છે. તેમના લાઇવ ફોટો અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક હોવા જોઈએ તેવી પ્રોસિજર કરવી પડે છે. અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે.
આધાર કાર્ડની કામગીરી નામ સુધારવા, સરનામા સુધારવા વગેરે કામગીરી બંધ પડી છે અને ગાંધીધામ આદિપુર, ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં મજુર વર્ગ વસાવટ કરે છે પોતાની ધંધો રોજગાર મૂકીને લાઈનમાં ઊભા રહે છે તેમ છતાં લોકોના કામ થતા નથી.
ગાંધીધામ ખાતે તાત્કાલીક કાયમી મામલતદારની નિમણૂક કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જો આવતા દશ દિવસમાં કાયમી ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલનનો સહારો લેવો પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે
આ આવેદનપત્ર આપતી વખતે ભરતભાઈ ગુપ્તા, દેવેન્દ્રસિંહ ઝાલા, ભરતભાઈ સોલંકી, ચેતનભાઇ જોશી, કાસમભાઈ ત્રાયા, રાજેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ વાઘેલા, વેલજીભાઈ મહેશ્વરી, જયદીપ સોની સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

