લોકભાષા-ભુજ :
દિવાળીનો માહોલ જામતો જાય છે ત્યારે શહેરના અનેક વિસ્તારો અને ધાર્મિક સ્થળો પર રોશની નો શણગાર અને ચડકડાટ્ટ જોવા મળી રહ્યો છે
શહેરના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દિપોત્સવીનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવાની પરંપરા રહી છે. નવનિર્મિત મંદિરે ભગવાન નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થયા બાદ દર વર્ષે દિપોત્સવીના પર્વ ઉજવવા ની પરંપરા રહી છે. મંદિરના કોઠારી સ્વામી નારાયણ મુનિદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરના પરિસર ખાતે ૩૧મી તારીખે સામૂહિક લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દરેક હરિભક્તો પૂજનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા મંદિરના મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવનદાસજી અને પાર્ષદ જાદવજી ભગતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. તારીખ ૧ નવેમ્બરના મંદિર દિપોત્સવની ઉજવણી સાથે રંગોળી ઉત્સવ પણ ઉજવાશે. સત્સંગી બહેનો દ્વારા નયનરમ્ય રંગોળીઓ તૈયાર કર્યા બાદ સુંદર રંગોળી બનાવનાર વિજેતા સત્સંગી બહેનોને પુરસ્કાર પણ આપવામાં આવશે. દિવાળીના દિવસે મંદિર એક લાખ દિવાઓના શણગારથી સુશોભિત મંદિર અક્ષરધામના અનુભૂતિ થાય તેવી તાડમાડ તૈયારીઓ થઈ રહી છે. તારીખ ૨ નવેમ્બરના ઉજવાનારા અન્નકુટ મહા મહોત્સવ નું આયોજન થશે. આ ઉત્સવ માં હજારો ની સંખ્યા માં લોકો દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવે છે એ દિવસે મંદિર તરફથી આવનાર દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા પાકશાળા ના સંત અને કાર્યવાહક સંત દેવપ્રકાસદાસજી અને અન્ય સંતો સંભાળી રહ્યા છે

