લોકભાષા-ભુજ :
પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે પોતાની માલિકીની કેટલી જમીન છે, તેની પણ જાણકારી નથી. તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે
અંજાર તાલુકાના પાણી પુરવઠા વિભાગ પાસે પોતાની માલિકીની કેટલી જમીન ક્યાં ગામે છે. તેમની કોઈ માહિતી તેમની પાસે નથી, જેના કારણે વર્ષો પહેલા પાણી પુરવઠા બોર્ડે ૧૯૬૬ માં જમીન સંપાદન કરેલ છે, જેની રેવન્યુ રેકડમાં નોંધ પડી ગયેલ હોવા છતાં આટલા વરસો પછી પણ પાણી પુરવઠા ના રેકોર્ડ પર આ જમીન બોલતી નથી, પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટપ્પર ડેમથી રામબાગ સુધી કંડલા કોમ્પ્લેક્ષને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની લાઈનો તેમજ રોડ માટે ૨૪ થી ૨૬ મીટર સુધી ટપ્પર, ભીમાસર, અજાપર તથા વરસામેડી ૪ ગામોની જમીનો સંપાદન કરવામાં આવેલ છે, પરંતુ પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારીના કારણે આ જમીન ઉપર બિલ્ડરોએ મોટેપાયે દબાણો કરેલ છે. અને આ રોડ ઉપરથી પાણી પુરવઠાના અધિકારીઓ દરરોજ ટપ્પર ડેમ ઉપર જાય છે, તેમ છતાં પાણી પુરવઠાના અધિકારીઓને દબાણો દેખાતા નથી.
નવાઈની બાબત તો એ છે કે પાણી પુરવઠાને કંડલા કોમ્પ્લેક્ષને પાણી આપવા માટે નવી લાઈનો નાખવી હોય તો પણ આ દબાણકર્તાઓ બિલ્ડરો તેમજ ભાજપના નેતાઓ નાખવા દેતા નથી તેવો આક્ષેપ કર્યો છે. અને જેના કારણે પાણી પુરવઠા બોર્ડએ લાચારીથી પોતાની માલિકીની જમીન હોવા છતાં ડામર રોડની વચ્ચે ખોદાણ કરી લાઈનો નાખવી પડે છે. પરંતુ દબાણો હટાવાની હિંમત પાણી પુરવઠા બોર્ડની નથી,
તાજેતરમાં સુખપર પાણી યોજના મંજુર થયેલ છે, જેમાં ૧૦ થી ૧૨ ગામો નો સમાવેશ થયેલ છે. આ યોજનામાં ટાકાઓ બની ગયેલ છે પરંતુ ખેડૂતો લાઈન નાખવા દેતા નથી.
ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીની પાણીની લાઈનોમાં બિલ્ડરો દ્વારા ઘણા બધા ગેરકાયેદેસર કનેકસનો લઇ લેવામાં આવેલ છે, જેની માહિતી પણ પાણી પુરવઠા બોર્ડ પાસે નથી જેના કારણે પણ કંડલા કોમ્પ્લેક્ષને પુરતું પાણી પહોંચાડી શકાતું નથી.
આ બાબતની રજૂઆત પાણી પુરવઠા મંત્રીને કોંગ્રેસના વી. કે. હુંબલ દ્વારા કરવામાં આવેલ છે, અને સરકારી તંત્રની કેટલી ઘોરબેદરકારો છે જેનો આ નમુનો છે. કારણ કે વી. કે. હુંબલ દ્વારા માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવેલ ત્યારે અધિકારીઓ ની ઘોર બેદરકારી સામે આવી અને પાણી પુરવઠા બોર્ડ પાસે પોતાની માલિકીની કેટલી જમીન છે, જેની જ વિગત નથી, તો શું સમજવું.
દૂધઈ, ટપ્પર, ભીમાસર, અજાપર વરસામેડી સુધી ૨૪ થી ૨૬ મીટર નો રસ્તો સંપાદન થયેલ છે, અને આ રસ્તા ઉપર, ફોરલેન બની સકે તેમ છે, પરંતુ અફસોસ કે પાણી પુરવઠા બોર્ડ પાસે પુરતી માહિતી જ નથી,
આજે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને ભુજ ખાતે રજુઆત કરવામાં આવી છે


