લોકભાષા-ભુજ :
માધાપરની એસબીઆઇમાંથી એક જ પરિવારની અલગ અલગ પ્રકારની લોન પાસ કરીને ઉચાપત ઠગાઇ કર્યાના કેસમાં બેન્કના ફિલ્ડ ઓફિસરની આગોતરા જામીન અરજી અદાલતે ના મંજુર કરી હતી.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માધાપરમાં 2018-19 દરમિયાન ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા જનક અરવિંદભાઇ જાદવએ તે દરમિયાન તેમણે અલગ અલગ પ્રકારની લોન એક જ પરિવારના લોકો અપાવી હતી. અને તે લોનની રકમ લોન લેનાર વ્યક્તિએ ભરપાઇ કરી ન હતી. જે બાબત તપાસમાં 2023માં આવતાં ફિલ્ડ ઓફિસર જનક જાદવ સામે ઉચાપત, ઠગાઇ, વિશ્વાસઘાત તમેજ ખોટા ડોક્યુમેન્ટ બાબતે વિવિધ કલમ તળે ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં જનકભાઇ જાદવે ભુજની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરતાં અદાલતે આરોપીની આગોતરા જામીન અરજી ના મંજુર કરી હતી. આ કેસમાં સકરકાર તરફે સરકારી વકીલ ડી.જે.ઠકકર, ફરિયાદી બેન્ક વતી એડવોકેટ કૈવલ્યભાઇ એચ. વૈષ્ણવ, મલ્હાર ડી.બુચ હાજર રહી દલીલો કરી હતી.

