લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ અને કામદાર અને કર્મચારી કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં કરેલ ટિપ્પણીના વિરુદ્ધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં ઓસ્લો સર્કલ ખાતે આવેલા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્લે કાર્ડ સાથે સૂત્રોચાર કરીને અચાનક પુલ ઉપરથી ગૃહમંત્રી અમિત શાહના પૂતળાને ગળામાં ગાળિયો સાથે ફાંસીના અંદાજમાં નીચે ઉતારવામાં આવેલ, જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પોલિસ દોડાદોડ કરીને પૂતળાનો કબ્જો લઈને કોંગ્રેસના આગેવાનોને ડિટેઈન કર્યા હતા જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભરત સોલંકી, ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરત ગુપ્તા, દેવેન્દ્ર ઝાલા, ચેતન જોશી, ગાંધીધામ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સમીપ જોશી, અલ્પેશ ઝરૂ, કાસમ ત્રાયા, વાલજીભાઈ દનીચા, કપિલ પાંધી, દશરથસિંહ ખેંગારોત, બળદેવસિંહ ઝાલા, જિલ્લા કોંગ્રેસના ગનીભાઈ માંજોઠી, પુષ્પાબેન સોલંકી, શેરબાનું ખલીફા, બિંદુબેન યાદવ, રાધા સિંહ ચૌધરી, જુમાંબેન મહેશ્વરી, ઉમાબેન સૈની, બેલાબેન આચાર્ય, સિકંદર પઠાણ, અમિત ચાવડા, માલશી પરમાર, અનવર પઠાણ, નવીન અબચુંગ, શામજી અગરિયા, પરબત રબારી, એસ કુમાર રાણા, કિરીટ વણકર, સિકંદર રાય, પ્રતીક સેંગલ, નીલેશ ભાનુશાલી, રમેશ આહીર, મનોજ રામજાની, જવેરબેન મહેશ્ર્વરી લતીફ ખલીફા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

