લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ સુધરાઇના પાણીનો ગેરકાયદે વેપલો ગાંધીધામ શહેર કોંગ્રેસ અગ્રણી દ્વારા પાણીનું ટેન્કર પકડી પાડ્યુ
આદિપુર રેલવે સ્ટેશનની બાજુમાં રેલ્વે કોલોનીના સમ્પમા રાતના સમયે પાણીનું ટેન્કર ઠલવાતા ચાલક ટેન્કર સાથે પકડી પાડ્યો હતો. ગાંધીધામ સતાધીશો સામે કોંગ્રેસ અગ્રણી દ્વારા કરાયા ગંભીર આક્ષેપ
ગાંધીધામ પંચરંગી નગરમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે તેવામાં નગરપાલિકાના પાણીનો ગેરકાયદેસર પાણીના ટેન્કરને પકડી પાડ્યું હતું
ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પાણીના ટેન્કરનો વેપલો કરવામાં આવી રહ્યો છે અને ગાંધીધામ સતાધીશો રહેનજર હેઠળ મોટા પ્રમાણમાં સરકારી જળનો બે નંબરી વેપલો કરતો હોવાની રાવ ઉઠી છે
કોંગ્રેસના અગ્રણી દ્વારા અગાઉ પણ રંગે હાથે પાણીનો ટેન્કર પકડી પાડેલ હતો અને ગાંધીધામ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવેલ હતી પરંતુ નક્કર કાર્યવાહી થઈ નથી
પાછું આજે કોંગ્રેસ અગ્રણી ચેતનભાઇ જોશી બાબુભાઇ આહીર નવીનભાઈ અબચુગ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને દૂધનુ દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું હતું
ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરતા તેમને અધિકારીને મોકલાવીને પંચનામું કરવામાં આવ્યું હતું અને હવે કોઈ કાર્યવાહી થાશે કે કેમ તે જોવાનું રહ્યું આદિપુર રેલવે કોલોનીમાં કોના કહેવાથી પાણીના ટેન્કર ખાલી કરવામાં આવે છે તે તપાસ થાવી જોઈએ અને સાંજે 5:00 વાગ્યા પછી કોઈ પાણાના ટેન્કરના ફેરા કરવાના નથી હોતા છતાં રાત્રીના સમય કોના ઈશારાથી પાણીના ટેન્કર આપવામાં આવે છે તે તપાસ થવી જોઈએ તેવું લતીફ ભાઈ ખલીફા મહામંત્રી ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા માગ કરી છે.


