લોકભાષા-ભુજ :
અંજાર તાલુકાના રતનાલ ગામે ચાર વર્ષ પૂર્વે અકસ્માતની ઘટનામાં પગ ગુમાવી દેનાર અરજદારને વળતર પેટે રકમ મળવા અંગેના કેસમાં ટ્રીબ્યુનલ કરતાં પણ વધારે વળતરની રકમ 9,89,700 વ્યાજ તેમજ ખર્ચ સહિત કુલે રૂપિયા 26.76 લાખ ચુકવી આપવા વીમા કંપનીને ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.
રતનાલ ગામના રહેતા રણછોડ કાનજી આયર પોતાના સંબંધીઓ સાથે ગત 14 સપ્ટેમ્બર 2001ના રોજ રતનાલ ગામના ફાટક પાસે લકઝરી બસની રાહ જોતાં ઉભા હતા. ત્યારે એક ટ્રકના ચાલકે રણછોડભાઇ તેમજ તેમના સગા સંબંધીઓને હડફેટમાં લીધા હતા. જેમાં રણછોડભાઇને પગમાં ગંભીર ઇજા થતાં પગ કાપી નાખવામાં આવ્યો હતો. જે અંગે એક્સીડન્ટ ક્લેઇમ અંતર્ગત ટ્રીબ્યુનલ સમક્ષ વળતરની રકમ મેળવવા માટે ટ્રકના ડ્રાઇવર, માલિક તેમજ વીમા કંપની ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કંપની સામે વળતરની અરજી કરી હતી. અરજદારને થયેલી કાયમી ખોડ, અંગેના પુરાવા દલીલો ગુજરાત હાઇ કોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. ટ્રીબ્યુનલે અરજદારને રહેલ કાયમી ખોડ અને દલીલો ધ્યાને લઇને વળતરના ફક્ત 3,01,900 વ્યાજ તેમજ ખર્ચ સહિત ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇને અરજદારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વળતરની વધારે રકમ મેળવવા માટે અપીલ કરી હતી. હાઇકોર્ટે અરજદારને કાયમી ખોડ, અરજદારની આવક તેમજ ભવિષ્યની આવકની નુકશાનીની રકમ અંગે ગંભીરતા લઇને વધારાની વળતરની રકમ 9,89,700 અરજી કર્યાની તારીખથી વ્યાજ તેમજ ખર્ચ સહિત ચુકવી આપવા વીમા કંપની સામે હુકમ કર્યો હતો. અરજદાર તરફે ભુજના એડવોકેટ રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર તથા હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા.
| ReplyForwardAdd reaction |

