Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ :આડેસરમા બે પુત્રી સાથે માતા પાણીના ટાંકામા ડુબી જતા મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.આ બનાવની મળતી વિગતો મુજબ આડેસર ગામે પાણીના ટાંકામાં ડુબી જવાથી માતા અને બે પુત્રીના મોત નિપજ્યા હતા.વધુ મળતી વિગતો મુજબ રૈયાબેન રવાભાઈ મકવાણાની પુત્રી આરવી પાણીના ટાંકામાં પડી ગઈ હોય તેને બચાવવા ઉતરેલ રૈયાબેન આયુશી નામની ત્રણ મહિનાની બાળકી સાથે ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતા ત્રણેયને ટાંકામાથી બહાર કાઢી પલાંસવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યા તબીબે મૃત જાહેર કર્યા છે. ત્રણ જણના ડુબી જવાથી મૃત્યુના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો.આ બનાવ અંગે આડેસર પીઆઈ જે.એમ. વાળા દ્વારા અકસ્માત અંગે…

Read More

કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટનો બનાવ બનતા અફડાતફડી મચી જવા પામી હતી. જોકે ફાયર સેફ્ટીના સાધનો વડે કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મળતી માહિતી મુજબ ભચાઉ રેલવે સ્ટેશન પર બરેલી જતી ટ્રેનના એક કોચમાં ધુમાડા નીકળતા મુસાફરોમા ચિંતાની લાગણી ફેલાઈ હતી. શોર્ટ સર્કિટ ના કારણે ટ્રેનના કોચમાં ધુમાડા નીકળ્યા હતા. ધુમાડા નીકળતા ટ્રેનમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો.

Read More

લોકભાષા-ભુજ :”વંદે માતરમ્” ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું હતું.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્ર ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્ર ગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને…

Read More

લોકભાષા-ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે…

Read More

લોકભાષા-ગાંધીનગર : ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થવાના તબક્કામાં છે. આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાતને ઓળખીને તેમાં સુધારો કરવાની સાથેસાથે શેલ્ફ ઓફ પ્રોજેક્ટને તૈયાર કરવામાં મદદરૂપ પણ થશે, તેમ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે GIDBની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અમલમાં મુકવામાં આવતા મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ કે જેમનું મૂલ્ય રૂ. ૫૦૦ કરોડથી…

Read More

લોકભાષા-ગાંધીનગર : ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, જે રાજ્ય સરકારના દૂરંદેશી પ્રયાસોનું પરિણામ છે. ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૮૫૬ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ સુધીના ગત પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાંથી કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ…

Read More

લોકભાષા-ગાંધીનગર : રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે.જે અંતર્ગત આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૩થી છેલ્લા ૩ વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ ૪.૪૮ કરોડ કરતાં વધુ લોહીના નમૂના અને ૪.૪૬ લાખ કરતાં વધુ સીરમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૮,૯૫૬ મેલેરિયાના કેસ, ૧૫,૮૪૧ ડેન્ગ્યુના કેસ અને ૧,૩૪૫ જેટલા ચિકાનગુનિયાના કેસ નોંધાયા હતા. જેમાં વર્ષ ૨૦૨૫માં છેલ્લા ૨૮ સપ્તાહમાં ૯૨.૮૬ લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા…

Read More

લોકભાષા-ગાંધીનગર: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ હાઇવે સંબંધિત ફરિયાદોના નિવારણ માટે વ્યાપક પદ્ધતિઓ અમલી બનાવીને રોડ-રસ્તાઓ થકી મુસાફરી કરતા લોકો (રોડ યુઝર્સ)ની સલામતી, સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. NHAIએ રોડ યુઝર્સની ફરિયાદોના નિવારણ માટે અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ્સ અમલી કર્યા છે. આ પ્લેટફોર્મ્સ થકી નાગરિકો તેમની સમસ્યાઓની જાણ કરી શકે છે, સહાય મેળવી શકે છે, અને રિયલ ટાઇમમાં તેમની ફરિયાદોના નિવારણની પ્રગતિને ટ્રેક કરી શકે છે. તેનાથી, નેશનલ હાઇવેની કામગીરીની પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધુ મજબૂત બને છે.હાલમાં, રસ્તા સંબંધિત સમસ્યાઓનું ઝડપી અને કાર્યક્ષમ રીતે નિરાકરણ લાવવા માટે NHAI દ્વારા છ મુખ્ય પ્લેટફોર્મ સંચાલિત…

Read More

લોકભાષા-ગાંધીનગર : રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે…

Read More

લોકભાષા-ગાંધીનગર : ફ્રેન્ચ ફ્રાઈસ એ વિશ્વભરમાં લોકપ્રિય સ્નૅક્સ છે અને બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને તે પસંદ હોય છે. ભારત પહેલાં જે ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરતું હતું, તેની હવે ભરપૂર નિકાસ કરી રહ્યું છે. એટલું જ નહીં, ફ્રેન્ચ ફ્રાઈસ, વેફર્સ જેવી ક્રિસ્પ વસ્તુઓ જે પ્રોસેસ્ડ બટાટામાંથી બને છે તેનું પણ ભરપૂર ઉત્પાદન કરી રહ્યું છે. આમાં ગુજરાતનો પણ મહત્વપૂર્ણ ફાળો છે. છેલ્લા બે દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું :2004-05માં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 1 લાખ ટનથી ઓછું હતું અને માત્ર 4000 હેક્ટર જેટલે વાવેતર વિસ્તાર હતો. છેલ્લા 2 દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે અને 37,000 હેક્ટર…

Read More