Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સુંદરપુરી રામપથ રોડ ઉપર સવારથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જેમાં 80 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા સુંદરપુરી પાસે દબાણો દૂર કરવામાં આવ્યા હતા ગાંધીધામ મનપા દ્વારા સુંદરપુરીના રામપથ પર 80 દબાણ દૂર કરાયા હતા અતિક્રમણ હટાવ કામગીરી સવારથસાં જ સુધી ચાલુ રહી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી ગાંધીધામ મનપાના અધિકારીઓ અને વિજ તંત્રનો સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાયો હતો કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ ગેરકાયદેસર બાંધકામ અથવા તો…
લોકભાષા-ગાંધીધામ : વાગડની સીમ વિસ્તારના ખેતરમાં એરંડાની આડમા પોસડોડાનુ વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે ગેડી ગામમાથી પોસડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે ખેતર માલિક સહીત બે શખ્સો ફરાર થઈ ગયા હતા રાપર પોલીસે ગેડી ગામ અને સીમમાંથી પોસડોડાનો જથ્થો ઝડપી પાડયો છે એરંડાની આડમા પોષડોડાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું પોલીસને તપાસ દરમિયાન ખેતરમાંથી પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગેડી ગામમાથી પરબત પાંચા સિંધવને 95 કિલો પોસડોડાના જથ્થા સાથે ઝડપી લીધો જ્યારે ગેડી સીમમાં પચાણ સુરા રાઠોડના ખેતરમાંથી 18 કિલો પોસડોડાનો જથ્થો કબજે કર્યો ગામમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલા દ્વારા પોસડોડાનો જથ્થો કબજે…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે દારૂની બાતમી પરથી પોલીસ રહેણાકના મકાનમાં દરોડો પાડ્યો હતો. જો કે, દારૂ મળ્યો ન હતો. પરંતુ પોલીસની રેડ બાદ યુવકે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યા હતો અને પોલીસે માર માર્યાના આરોપ સાથે હોસ્પિટલમાં દાખલ થતાં ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસને ટીમને બાતમી મળી હતી. કે, દુર્ગાપુર ગામે નવાવાસમાં રહેતા દિનેશ દેવજી મહેશ્વરી પોતાના ઘરમાં દારૂ રાખીને વેચાણ કરી રહ્યો છે. જેથી પોલીસે સોમવારે દિનેશના ઘરમાં છાપો માર્યો હતો. દરોડા દરમિયાન પોલીસને દારૂ મળ્યો ન હતો. ત્યાર બાદ દિનેશને પોલીસની રેડથી લાગી આવતાં એસીડ પી લીધું હતું. પ્રથમ માંડવી સરકારી હોસ્પિટલ…
લોકભાષા-ભુજ : ભુજ શહેરના માધાપર રોડ પર આજે એક દુઃખદ માર્ગ અકસ્માત થયો, જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પ્રાથમિક માહિતી અનુસાર, એક ટ્રક ચાલકે બેફામ ઝડપે વાહન ચલાવતા આગળ જઈ રહેલા બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી, અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમનું નિધન થયું હતું અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થયા અને પોલીસને જાણ કરી હતી . ભુજ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ટ્રક ચાલકની ઘોર બેદરકારી સામે આવતાં, પોલીસે વધુ તપાસ હાથ…
લોકભાષા-ભુજ : ભુચાઉ, રાપર અને મોરબી પોલીસ મથકમાં દાખલ થયેલી ડીઝલ ચોરીના કેસમાં નાસતા ફરતા ત્રણ આરોપીને એલસીબીની ટીમે ભુજથી ઝડપી પાડ્યા હતા. એલસીબીની ટીમે બાતમીના આધારે ભીડ નાકા બહાર શક્તિ હોટલ પાસેથી નાના દિનારાના મજીદ તૈયબ સમા, મોટા દિનારાના અભુભખર રમઝાન સમા અને મોટા બાંધા ગામના હનીફ ઓસમાણ સમા નામના ત્રણ આરોપીઓને પકડી લીધા હતા. ત્રણેય આરોપીઓ ભચાઉ રાપર અને મોરબી પોલીસ સ્ટેશનમાં ડીઝલ ચોરીના કેસમાં નાસતા ફરતા હતા. આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન પોલીસે સોંપવામાં આવ્યા હતા.
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના કોટડા ખાવડા ખાતે ખાણ ખનીજ વિભાગને બાતમી આપવાના વહેમમાં યુવાન પર બે ઇસમે ધોકાથી હુમલો કરીને કારમાં તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં ગાળો ન દેવાનું કહેતા ઇસમે બે યુવકને છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ કરી છે. ભુજ તાલુકાના રતડીયા ગામે રહેતા અભન જુમા સમા (ઉ.વ.29)એ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, સોમવારે સવારે કોટડા ખવાડા ફાટક પાસે પોતાની કીયા કારથી ગયા હતા. ત્યારે ખનીજ વિભાગના તેમના ઓળખીતા મળતાં તેમની પાસે ઉભા હતા. ત્યારે ધ્રોબાણા અને કોટડા ગામના આરોપી કાસમ સીધીક સમા અને જુણસ હસન સમા ત્યા…
લોકભાષા-ભુજ : કચ્છમાં ભારે વાહનો અને માર્ગની બતર હાલતના કારણે અકસ્માતના બનાવોમાં ઉછાળો આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મહાકાય વાહન થકી અનેક લોકોના જીવ ગયા છે. તેવામાં ભુજ નજીકના માધાપર ગામે પોલીસ ચોકી સામે સર્જાયેલા ગંભીર અકસ્માતના બનાવમાં ગતીભેર આવી રહેલા ટ્રેઇલરે એક્ટિવાને અડફેટે લેતાં ભુજ મહિલા કોલેજના શિક્ષિકાનું ટાયર નીચે આવી જવાથી ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના પરિવારજનો અને પટેલ ચોવીસીના ગામો તેમજ શિક્ષિક સમાજમાં શોકનો માહોલ સર્જાઇ ગયો હતો. માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોલીસ ચોકી સામેના રોડ પર બન્યો હતો. માધાપર નવાવાસમાં રહેતા અને ભુજમાં…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ નજીકના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બે કંપનીમાં વીસેક દિવસ અગાઉ લાગેલી આગથી 18 કરોડનું નુકસાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ આગ કંપનીના સુપરવાઇઝરના કહેવાથી બે શ્રમિકે પીપમા પડેલા યુઝડ ગારમેન્ટમા લગાવ્યા બાદ લાગી હોવાનું બહાર આવતા ત્રણ કર્મચારીઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવની વિગતો મુજબ કાસેઝમાં ટેક્સપોલી ઇમ્પેક્સ તથા બાબુ ઇન્ટરનેશનલ કંપનીઓમિ ગત તા. 14 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી. આગના આ બનાવમાં બંને કંપનીને રૂા. 18 કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ બનાવથી કંપનીઓમાં રહેલ કપડાંની ઘાંસડીઓ (બેલ), મશીનરી વગેરે બધું સળગી ગયું હતું. બનાવની તપાસ કરનાર પોલીસે એફ.એસ.એલ. અર્થે…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમને મળેલ બાતમી મળી હતી કે સિધેશ્વ૨ તળાવની પા૨ ઉપ૨ ગંગાનાકા અંજાર પાસે આદમ ઉર્ફે અધુડો ઉર્ફે અધુ હારૂન બાફણ તથા અલ્લારખા જુસબ નોડે તથા મોહમદ અબ્દુલ કકલ પોતાના કબ્જા ભોગવટાના કેબીન (ઝુંપડા)માં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરવા સારૂ પ્રવૃત્તિ કરે છે આ બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીએ બાતમી વાળા સ્થળ ઉપર રેઇડ કરી તપાસ કરતા આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો વજન ૪૯૨ ગ્રામ કિંમત રૂપિયા ૪,૯૨૦નો મુદ્દામાલ વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ કરાવ્યો હતો પૂર્વ કચ્છ એસઓજીએ આ રેડ દરમિયાન આરોપી આદમ ઉર્ફે અધુડો…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છ આપઘાતના અલગ અલગ ત્રણ બનાવમાં યુવાન, વૃધ્ધ અને યુવતીના મોત નિપજ્યા છે. માધાપરમાં યુવાને અકડ કારણોસર અને માંડવીના મોમાયમોરા ગામે વૃધ્ધે લકવાની બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, તો, ભુજ તાલુકાના ગડપાદર ગામની વાડીમાં ખેત મજુર યુવતીએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો હતો. મૃતકોના પરિવારજનોમાં બનાવને લઇ શોકનો માહોલ સર્જાઇ ગયો હતો. માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપર ભાદરકા સોસાયટીમાં રહેતા શંકરગીરી અશોકગીરી ગુસાઇ (ઉ.વ. 27) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર રવિવારે સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર લોખંડની આડી પર સાડી વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.…

