Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામના ઓસ્લો એસબીઆઈ બેંકના સીક્યુરીટી ગાર્ડ દ્વારા બેંકની બહાર મીસ ફાયર થતા તેમને જ હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાંધીધામ એસબીઆઈ ઓસ્લો બ્રાંચની બહાર સીક્યુરીટી ગાર્ડ અજીતભાઇ મહેશ્વરીને પોતાની ગનમાથી કોઈ અગમ્ય કારણોસર મીસ ફાયર થતા ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓસ્લો એસબીઆઈ બ્રાન્ચ બહાર સીક્યુરીટી ગાર્ડ અજીતભાઇ મહેશ્વરી બેઠા હતા ત્યારે અચાનક મીસ ફાયરિંગ થતા પોતાને જ ઈજા પહોંચી હતી આ બનાવ બનતા બેંકમા થોડો સમય અફડાતફડી મચી ગઇ હતી અને બેંકમા આવેલા ગ્રાહકો અને કર્મચારીઓમા ફફડાટની લાગણી ફેલાઈ હતી. દરમિયાન બેંકના સીક્યુરીટી ગાર્ડની ગનમાથી…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના નાગરિકો અને વ્યવસાયકારોને વેરામાં 100 ટકા વ્યાજમાફી યોજનાનો લાભ આપવા બાબતે મુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. ચેમ્બરે ગુજરાત સરકાર અને જામનગર મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકાયેલ વ્યાજમાફી યોજનાનો હવાલો આપીને ગાંધીધામના નાગરિકોને પણ આવો જ લાભ આપવાની માંગણી ઉચ્ચારી છે. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, “જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 01/04/2006 થી તા. 31/03/2024 સુધીના મિલકત વેરા, વોટર ચાર્જીસ, વ્યવસાય વેરા અને કારપેટના બાકી વેરા પર 100% વ્યાજમાફી આપવામાં આવી રહી છે. આ યોજનાથી નાગરિકોને રાહત મળી રહી છે અને મહાનગરપાલિકાને પણ બાકી વેરાની વસૂલાત કરવામાં સરળતા થઈ…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા સાથે સંકુલની વિવિધ માળખાકીય સુવિધાઓની વૃધ્ધિ અને વિકાસ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે સંકુલની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બરે આદિપુર-કાસેઝ રીંગ રોડને ચાર માર્ગીય બનાવવા દિનદયાલ પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંઘને પત્ર ધ્વારા રજુઆત કરી હતી. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ ચેરમેનને લખેલા પત્રમાં તેમણે આ રીંગ રોડના નિર્માણમાં ડીપીએના પ્રદાનની સરાહના કરતા જણાવેલ કે, આ રીગ રોડ પોર્ટ અને કાસેઝ સુધીની સરળ અને નોંધપાત્ર કનેક્ટીવીટી પુરી પાડે છે તથા તેનાથી માત્ર ટાગોર રોડ પરના ભારે ટ્રાફિક્નો ભાર ઘટયો નથી પરંતુ સાથોસાથ આદિપુર, અંતરજાળ, કિડાણા અને નજીક્ના વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીના રહેવાસીઓને કનેક્ટીવીટીની…
લોકભાષા-ગાંધીધામ : અંજાર તાલુકાના જુના સુગારીયા ગામે એક સાથે છ મંદિરોને નિશાન બનાવી સોના ચાંદીના છતરોની ચોરી કરી હોવાની અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા હતા. આ અંગે અંજાર તાલુકાના જુના સુગારીયા ગામે રહેતા જીવાભાઇ ગુજરીયા એ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે મંગળવારની રાત્રીના સમય કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મોમાઈ માતા મંદિર, શીતળા માતાના મંદિર, મરંડ પરિવારના મોમાઈ માતાના મંદિર, વાસરાદાદાના મંદિર અને ચામુંડા માતાના મંદિર તેમજ ગામની નજીક આવેલા મોમાઈ માના મંદિરને નિશાન બનાવી તેમાંથી સોના ચાંદીના છતરો તથા અન્ય વસ્તુની ચોરી કરી છે. આ અંગે અંજાર પોલીસે અજાણ્યા શખ્સો…
લોકભાષા-ભુજ : ભુજના સુમરા ડેલી પાસે મોબાઇલ પર બાલાચાલી મુદે યુવાનો વચ્ચે મારા મારીનો બનાવ બન્યો હતો. જેમાં બે યુવાનોને ઇજા પહોંચી હતી. એ ડિવિઝન પોલીસ મથકમાં સામ-સામી ફરિયાદ નોંધાવાઇ હતી. ભીડ ગેટ છત્રા ફળિયામાં રહેતા લતીફ અબ્દ્રેમાન કુંભારે સોનીવાડમાં રહેતા જેનિશ રાજેશભાઇ જેઠી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું. ફરિયાદીના દિકરા સોહિલ પાસે તેના મિત્ર ગૌતમનો ફોન હોઇ આરોપીનો એ નંબર પર ફોન આવ્યો હતો. ત્યારે ફરિયાદીના દિકરાએ ફોન ઉપાડીને ગૌતમ નથી તેવો જવાબ આપ્યો હતો. જે બાબતે આરોપી ફરિયાદીને સુમરા ડેલી પાસે બોલાવીને માર માર્યો હતો. તો, સોનીવાડમાં રહેતા રાજેશ બળવંતરાય જેઠીએ સોહિલ લતીફ કુંભાર સામે ફરિયાદ…
લોકભાષા-ભુજ : તાલુકાના રણકાંઠા વિસ્તારમાં આવેલા યાત્રાધામ હાજીપીર માર્ગે આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ઢોરો અને મૂરું ગામ વચ્ચેના માર્ગે મીઠાનું પરિવહન કરતા ત્રણ ડમ્પર અકસ્માતનો ભોગ બન્યા હતા ઘટના મુજબ, ચાડી ચડતું પ્રથમ ડમ્પર ટ્રેલર બેકાબૂ બની માર્ગની જમણી બાજુએ ફંગોળાયું હતું. આ ડમ્પરથી બચવાના પ્રયાસમાં પાછળ આવતા બે અન્ય ડમ્પર પણ રસ્તાની આડે આવી ગયા હતા. આ કારણે માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. આ વિસ્તારમાં બિસ્માર માર્ગ અને ઓવરલોડ વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા નિત્યક્રમ બની ગઈ છે. સ્થાનિક લોકોએ આ સમસ્યાના કાયમી નિવારણ…
લોકભાષા-ગાંધીધામ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કચ્છમાં ભાજપ જય જયકાર થયો છે જ્યારે કોંગ્રેસને રાપરમાં પોતાનું અસ્તિત્વ ટકાવ્યું હતું નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો છે. કચ્છની ભચાઉ અને રાપર નગરપાલિકાની બેઠકમાં ભચાઉ નગરપાલિકામાં પહેલેથી જ 21 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે બાકી રહેલી બેઠકો ઉપર પણ યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે જ્યારે રાપર નગરપાલિકાની 28 બેઠકો પૈકી એક બેઠક ભાજપની બિન હરીફ થઈ હતી જ્યારે બાકી રહેલી બેઠકો ઉપર ચૂંટણી યોજતા બિન હરીફ સહિત ભાજપને 21 બેઠક મળી હતી ત્યારે સાત બેઠક ઉપર કોંગ્રેસે વિજય મેળવી પોતાનું અસ્તિત્વ ટકાવી…
લોકભાષા-ભુજ : લખપતના દયાપર ગામે રહેતા અને કાપડનો વ્યવસાય કરતા મહિલાને અજાણ્યા શખ્સે પોતે કાપડનો વેપાર કરતા હોવાનું જણાવીને કાપડની ડીઝાઇનો મોકલીને ગુગલ પેથી રૂપિયા 1,13,975 મેળવી કાપડ કે રૂપિયા ન આપીને છેતરપીંડી કરી હતી. ભોગબનારે દયાપર પોલીસ મથકનો સંપર્ક કરતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાના ગયેલા રૂપિયા પરત અપાવી દઇ સરાહનીય કામગીરી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દયાપર ગામે રહેતા સહેનાઝબેન હબીબભાઇ નોતિયાર જે કાપડનો વ્યવસાય કરતા હોઇ તેમને એક અજાણયા નંબરથી ફોન આવ્યો હતો. અને કાપડના વેપારી તરીકેની પોતાની ઓળખ આપીને ફરિયાદી મહિલાને કપડા જોઇતા હોય તો, ડીઝાઇન મોકલવાનું કહીને ડીઝાઇન મોકલાવી હતી. ત્યાર બાદ ફરિયાદી મહિલાએ અજાણ્યા…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના પાંચોટીયા ગામના હાલે માંડવી ખાતે રહેતા બુટલેગર સામે અનેક પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયા હોઇ આરોપી સામે પાસાની દરખાસ્ત મંજુર થતાં અટકાયત કરીને પાસાના કાયદા તળે વડોદરા જેલમાં મોકલી અપાયો છે. માંડવીના ભક્તિનગરમાં રહેતા દેવરાજ ગોપાલ ગઢવી (ઉ.વ.42) નામના બુટલેગર સામે પશ્ચિમ કચ્છના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના સંખ્યાબંધ ગુના નોંધાયા હોઇ બુટલેગરની દારૂ વેચવાની પ્રવૃત્તિથી લોકોના જાહેર જીવન પર અસર પડતી હોવાથી તેના વિરૂધ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે કલેક્ટરે મંજુર કરતા આરોપી દેવરાજ ગોપાલ ગઢવીને ઝડપી પાડીને વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી સામે માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને પાટણ સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ 22…
લોકભાષા-ભુજ : કચ્છમાં ફૂડ વિભાગ દ્વારા અવારનવાર મીઠાઈ ફરસાણના નમુના લેવાનું નાટક કરવામાં આવે છે આ સેમ્પલો લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે પરંતુ મહિનાઓ સુધી રિપોર્ટના અહેવાલ આવતા નથી કચ્છમાં ફૂડ વિભાગની કામગીરી શંકાસ્પદ રહી છે કારણકે વાર તહેવારે દેખાતું ફૂડ વિભાગ માત્ર સેમ્પલ લઈને જ સંતોષ માની લે છે. વડી કચેરી દ્વારા આપવામાં આવતી સૂચના બાદ થોડા ઘણા સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવામાં આવે છે બાદમાં કોઈ કાર્યવાહી થતી નથી.હાલમાં પણ દિવાળીના સમયમાં અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધાનો દાવો કરાયો હતો અન્ય જિલ્લાઓમાં ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે તો પણ માહિતી જાહેર કરવામાં આવે છે જેથી…

