Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : શહેરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ભુજથી ખાવડા જતી એક ખાનગી મીની બસ ખાવડા રેલવે ક્રોસિંગ પર ફસાઈ ગઈ હતી. સવારે લગભગ 10 વાગ્યે બનેલી આ ઘટના દરમિયાન બસ ચાલકે ફાટક પર ઊભા રહેવાને બદલે આગળ નીકળવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને તરફના ફાટક બંધ થઈ જતાં બસ વચ્ચે ફસાઈ ગઈ હતી. રેલવે સિસ્ટમ મુજબ ટ્રેન પસાર થયા પછી જ ફાટક ખોલી શકાય છે. આ સ્થિતિમાં બસમાં સવાર મુસાફરો ભયભીત થઈ ગયા હતા. જો કે, રેલવે કર્મચારીઓએ તત્કાલ દોડી આવીને ટ્રેન આવે તે પહેલાં બસને પાછળ ખસેડાવી સીધી ઉભી રખાવી દીધી હતી. આ બનાવમાં ટ્રાફિક પોલીસે બસ…

Read More

લોકભાષા-આણંદપર : કચ્છમાં ઉનાળાના આગમન ટાંકણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે માર્ગો પર અચાનક મસી નામની જીવાતનો ઉપદ્રવ વધતા જેના કારણે રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.તેથી રાહદારીઓ મોં ઉપર માસ્ક-રૂમાલ લગાવી મસીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. વાહનચાલકો હેલ્મેટ, રૂમાલ ચશ્મા અને દુપટ્ટાથી ચહેરો કવર કરીને મસીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.મસી નામની જીવાત માર્ગ પર ઉપદ્રવ વધતા લોકો ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને હવામાં ઉડાઉડ કરતી આ મસી નામની જીવાત કપડામાં ચોંટવાની સાથે આંખમાં પડતી હોવાથી વાહનચાલકોને આંખમાં બળતરા સહિત આંખને લગતી અનેક સમસ્યાનો લોકોને સામનો કરવો પડી રહ્યો…

Read More

લોકભાષા-ભુજ : અબડાસા તાલુકાના ચીયાસર ગામે રહેતી આઠ વર્ષની બાળકી ઘરે એકલી હતી ત્યારે કૌટુબીક યુવકે એકલતાનો લાભ લઇ શારિરીક અડપલાં કરતાં ચકચાર મચી જવા પામી છે. કોઠારા પોલીસે આરોપી વિરૂધ્ધ પોક્સોનો ગુનો નોંધી ઝડપી લેવા તપાસ તેજ કરી છે. કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 12 ફેબ્રુઆરીના બપોરે બાર વાગ્યાથી એક વાગ્યાના અરસામાં બન્યો હતો. ભોગબનાર બાળકીના માતા પિતા કામે ગયા હોઇ બાળકી ઘરે એકલી હતી. ત્યારે તેમનો કૌટુબીક આરોપી ગીરીશભાઇ પચાણભાઇ નાગીયા (ઉ.વ.36) બાળકીના ઘરમાં પ્રવેશીને એકલતાનો લાભ લઇ પોતાની હવસ સંતોષવા બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા હતા. આરોપીના આવા વર્તનથી સગીરા ગભરાઇ જઇને બુમા બુમ…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના કેરા ગામ નજીક મુંદરા રોડ પર શુક્રવારે સવારે બપોરે એક વાગ્યે ઓવર ટેકની લાયમાં ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં આગળ જતા ટ્રેઇલરને બસ ઓવર ટેક કરવા જતાં સામેથી આવતા ટ્રેઇલર સાથે ધડાકાભેર અથડાઇ પડી હતી. અકસ્માત એટલો ભયંકર હતો. કે, બસમાં બેઠેલા લોકો ઉછડીને બહાર ફેંકાયા હતા. બસમાં સવાર 30 લોકો પૈકી પાંચ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે 25 લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાને લઇ મૃતક અને ઘાયલોના સબંધીઓ તેમજ કચ્છ કલેકટર, એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ બપોરે…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ આદિપુરમા રખડતા ઢોર અને આંખલાના આતંકથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે આદિપુરમા શાકભાજી લેતા મહીલાઓને આંખલાએ અડફટે લેતાં ઈજાઓ પહોંચી હતી ગાંધીધામ આદિપુરમાં આખલાનો આંતક વધ્યો છે ગંભીર સમસ્યા છતાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલું વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી છે આખલાના આંતકને કારણે વાહન ચાલકો રાહદારીઓ અડફેટે આવતા હોવાના રોજિંદા બનાવો બન્યા છે અને અકસ્માતમાં માનવ જિંદગી હોમાઈ હોવાના પણ બનાવો બન્યા છે તેમ છતાં ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આ અંગે કોઈ જ કાર્યવાહી કરતું નથી આજે આદિપુરના કેસર નગર સોસાયટીમાં શાકની લારી પાસેથી શાક લેતા મહિલાઓ ઉપર આખલાઓએ જાણે હુમલો કર્યો…

Read More

લોકભાષા-આણંદપર : આ પંથકમાં સતત બેથી ત્રણ દિવસ થયા માક (ઝાકળ) પડી રહી છે.જ્યારે આજ સવારના વાતાવરણ શિયાળા જેવું થતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.આજે બપોરના એક વાગ્યા પચ્છી વાદળ છાયા વાતાવરણ સાથે હવામાનમાં પલટો આવતાં વાતાવરણ વરસાદી માહોલ જેવું જોવા મળતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ ગયો હતો.બે દિવસ નખત્રાણા તેમજ નેત્રા પથકમાં વરસાદી રૂપી ઝાપટ પડતા ઉભેલા પાકને નુકશાન જોવા મળ્યું હતું. એવીજ રીતે આજ રોજ નખત્રાણા તાલુકાના આણંદપર (યક્ષ) પંથકમાં સવારના ભાગમાં શિયાળા જેવા વાતાવરણ સાથે ઠંડુ થઈ જતા ઠંડી પડવા લાગી હતી.બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળ છાયા વાતાવરણ સાથે હવામાન વરસાદી માહોલ જેવું જોવા મળતા…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજારના મેઘપર બોરીચીમાથી સોયાબીન તેલના જથ્થા સાથે બે શખ્સોને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક આરોપીનુ નામ ખુલતા ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરત સામત હેઠવાડીયા રહે. ટપ્પર તા.અંજાર વાળો પોતાના અંગત ફાયદા સારૂ પોતે તથા તેના માણસો દ્વારા તેલ કંપનીઓમાંથી તેલ ભરી જતા ટેન્ડરોમાંથી ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવે છે અને ચોરી કરેલ તેલનો જથ્થો તેણે મકાન નં. ૧૫, સ્વામીનારાયણનગર, મેઘપર (બો) તા.અંજાર વાળા મકાનમાં સંગ્રહ કરેલ છે અને ચોરી કરેલ તેલનો જથ્થો સગેવગે કરવાની…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામના ઓસ્લો એસબીઆઈ બેંકના સીક્યુરીટી ગાર્ડ દ્વારા બેંકની બહાર મીસ ફાયર થતા તેમને જ હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાંધીધામ એસબીઆઈ ઓસ્લો બ્રાંચની બહાર સીક્યુરીટી ગાર્ડ અજીતભાઇ મહેશ્વરીને પોતાની ગનમાથી કોઈ અગમ્ય કારણોસર મીસ ફાયર થતા ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓસ્લો એસબીઆઈ બ્રાન્ચ બહાર સીક્યુરીટી ગાર્ડ અજીતભાઇ મહેશ્વરી બેઠા હતા ત્યારે અચાનક મીસ ફાયરિંગ થતા પોતાને જ ઈજા પહોંચી હતી આ બનાવ બનતા બેંકમા થોડો સમય અફડાતફડી મચી ગઇ હતી અને બેંકમા આવેલા ગ્રાહકો અને કર્મચારીઓમા ફફડાટની લાગણી ફેલાઈ હતી. દરમિયાન બેંકના સીક્યુરીટી ગાર્ડની ગનમાથી…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના નાગરિકો અને વ્યવસાયકારોને વેરામાં 100 ટકા વ્યાજમાફી યોજનાનો લાભ આપવા બાબતે મુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. ચેમ્બરે ગુજરાત સરકાર અને જામનગર મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકાયેલ વ્યાજમાફી યોજનાનો હવાલો આપીને ગાંધીધામના નાગરિકોને પણ આવો જ લાભ આપવાની માંગણી ઉચ્ચારી છે. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, “જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 01/04/2006 થી તા. 31/03/2024 સુધીના મિલકત વેરા, વોટર ચાર્જીસ, વ્યવસાય વેરા અને કારપેટના બાકી વેરા પર 100% વ્યાજમાફી આપવામાં આવી રહી છે. આ યોજનાથી નાગરિકોને રાહત મળી રહી છે અને મહાનગરપાલિકાને પણ બાકી વેરાની વસૂલાત કરવામાં સરળતા થઈ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા સાથે સંકુલની વિવિધ માળખાકીય સુવિધાઓની વૃધ્ધિ અને વિકાસ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે સંકુલની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બરે આદિપુર-કાસેઝ રીંગ રોડને ચાર માર્ગીય બનાવવા દિનદયાલ પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંઘને પત્ર ધ્વારા રજુઆત કરી હતી. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ ચેરમેનને લખેલા પત્રમાં તેમણે આ રીંગ રોડના નિર્માણમાં ડીપીએના પ્રદાનની સરાહના કરતા જણાવેલ કે, આ રીગ રોડ પોર્ટ અને કાસેઝ સુધીની સરળ અને નોંધપાત્ર કનેક્ટીવીટી પુરી પાડે છે તથા તેનાથી માત્ર ટાગોર રોડ પરના ભારે ટ્રાફિક્નો ભાર ઘટયો નથી પરંતુ સાથોસાથ આદિપુર, અંતરજાળ, કિડાણા અને નજીક્ના વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીના રહેવાસીઓને કનેક્ટીવીટીની…

Read More