Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીનગર : ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. રાજ્ય માટે પ્રસ્તાવિત યુનિફોર્મ સિવિલ કોડના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. સમિતિના અધ્યક્ષ શ્રીમતી રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા સુશ્રી ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં ચર્ચા દરમિયાન, સમિતિએ વિવિધ હિતધારકો સાથેના સમાવિષ્ટ પરામર્શ દ્વારા વર્તમાન…

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના તીર્થધામ માતાનામઢ ખાતે બિરાજ માન આશાપુરા માતાજીના મંદિરનું રીનોવેશન કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે જે આગામી દોઢ મહિનામાં પુર્ણ થશે. રૂા. ૩૭ કરોડના ખર્ચે માતાનામઢમાં વિવિધ વિકાસના કાર્યો થવા પામ્યા છે. માતાનામઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહવાઢેરના જણાવ્યા પ્રમાણે માતાનામઢખાતે આવેલા આશાપુરા માતાજી મંદિર, ખટલાભવાની, ચાચરચા કુંડ તેમજતળાવના બ્યુટીફિકેશન માટે યાત્રાધામ વિકાસ બોર્ડદ્વારા રૂા. ૩૭ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેને લઈનેકામગીરી હાથધરવામાં આવી હતી .જેમાં મોટાભાગની કામગીરી પરીપુર્ણથવા પામી છે. માતાનામઢમંદિર પરિસરને વિશાળ બનાવાયું છે. અહીં ઉદ્યાન, ફુવારા, લાઈટીંગ, દીપમાલા, ગેટબનાવવામાં આવ્યાછે. તેમજ તમામ સ્થળોએઁ કારીગરો દ્વારા નકશી કામ કરીને મંદિરને આખરી ઓપઆપવામાં આવ્યો છે તેની સાથે…

Read More

લોકભાષા-ગાંધીધામ : લાકડીયા પોલીસ દ્વારા ચોરાયેલી ત્રણ બાઈકને શોધી કાઢી બાઈક માલીકને અર્પણ કરી હતી. ગુજરાત પોલીસના તેરા તુજ કો અર્પણ સુત્રને સાર્થક કરી લાકડીયા પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. લાકડીયા પોલીસ મથકમા બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ હતી જે અંગે લાકડીયા પોલીસ દ્વારા બાઈક સાથે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર જે. એમ. જાડેજાએ આરોપીઓને ઝડપી લેવા પોલીસ કર્મચારીઓને સુચના આપી હતી ત્યારે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી વાહન ચેકીંગ દરમિયાન ચોરી કે છળકપટથી મેળવેલ ત્રણ મોટરસાયકલ કુલ કિંમત રૂપિયા 75000 ઝડપી પાડી હતી. લાકડીયા પોલીસ ઈન્સ્પેક્ટર જે. એમ જાડેજા દ્વારા આ ત્રણેય મોટરસાયકલ માલીકોને…

Read More

લોકભાષા-ભુજ : અબડાસા તાલુકાને સાંકડતી ભુજ-નલિયા રેલવે લાઈન કરોડો રૂપિયાના ખર્ચે પથરાઈ પરંતુ હજુ સુધી માલગાડી શરૂ થઈ પણ ટ્રેન શરૂ ન થતાં પ્રવાસીઓમાં કચવાટ ફેલાયો છે. હજુ પણ અનેક કામગીરી અધુરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ ૨૮ ઓક્ટો. ૨૦૨૪ના ભુજ-નલિયા બ્રોડગેજનું લોકાર્પણ કર્યું હતું. રૂા. ૧૦૯૪ કરોડના ખર્ચે પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ હેઠળભુજથી નલિયા રેલવે લાઈન પાથરવામાં આવી હતી. લોકાર્પણ બાદ ભુજ-નલિયા વચ્ચે માલગાડી શરૂ થઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ પણ ટ્રેન આ લાઈન વચ્ચે શરૂ થઈ નથી. રેલવે પેસેન્જર એસોસીએશનના મંત્રી પ્રબોધ મુનવરના જણાવ્યા પ્રમાણે ભુજ-નલિયા રેલવે લાઈનમાં હજુ અનેક અધુરાશો જોવા મળે છે. જેમાં…

Read More

લોકભાષા-ભુજ : ભુજમાં કસીરા પે નામની એપ દ્વારા મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારી પાસે કામ કરતા નખત્રાણાના યુવકે અલગ અલગ ખાતાઓમાં રૂપિયા 11 લાખ 90 હજાર જમા કરાવીને તેમાંથી 9.84 લાખ પરત ન આપી છેતરપીંડી કરતાં આરોપી વિરૂધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ભુજના પાટવાડી નાકા ભારતનગરમાં રહેતા મહમદ આરીફ તાલબભાઇ પંખેરીયાએ નખત્રાણા ખાતે રહેતા મંથન અશ્વિનભાઇ જેઠી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગત 18 ઓક્ટોબરથી 10 ફેબ્રુઆરી દરમિયાન બન્યો હતો. ફરિયાદી છેલ્લા બાર વર્ષથી ભુજ ખાતે કસીરા પે નામની એપ દ્વારા મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા હોઇ અને નખત્રાણા ખાતે તેમનું કામ આરોપી મંથન જેઠી…

Read More

ભુજ : ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં અવાર નવાર મારા મારી અને જીવલેણ જેવા હુમલાના બનાવ હવે સામાન્ય બની ગયા છે. ત્યારે એક અઠવાડીયા પહેલાં તાલુકાના રતીયા ગામની મારા મારી કેસમાં દાખલ થયેલા દર્દીઓ વચ્ચે ઇમરજન્સી ગેટ અંજાર જાહેરમાં છરીથી હુમલો થયાની ઘટના તાજીજ છે. ત્યાં મંગળવારે સાંજે દાખલ દર્દીના પરિવારજનોએ પોલીસ પર ફરિયાદ ન લેતા હોવાનો મુકીને હંગામો કર્યો હતો. મહિલા સહિતના ટોળાઓએ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે હાથા પાઇ કરતાં અફરા તફરી મચી ગઇ હતી. પોલીસે ત્રણ મહિલા ત્રણ યુવકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ મથકે ગત 5 ફેબ્રુઆરીના સુરલભીટ રોડ પર અંજલીનગરમાં રહેતા…

Read More

લોકભાષા-ભુજ : રાપર નગરપાલિકાની યોજાનાર ચુંટણી સમયે કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખએ રાપરની મુલાકાત દરમિયાન કરેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયુ છે રાપર નગરપાલિકાની ચૂંટણી લઈને પ્રચાર પ્રસારમાં કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખ આવ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતાએ નિવેદનમાં કચ્છની કોમી એકતા અને શાંતિ ડહોડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. તેમના નિવેદન અંગેનો વિડીયો વાયરલ થયો છે જેમા કોગ્રેસના નેતાએ એવું કહ્યું હતું કે રાપરમાં કહેવાતા મુસ્લિમ ધર્મ ગુરુને ભારતીય જનતા પાર્ટના ઉમેદવાર બન્યા છે તેને શરમ જનક ગણાવે છે. આ નિવેદનને લઈને અનેક સવાલ ઉભા થયા છે. અને રાપર નગરપાલિકાની ચૂંટણી ચર્ચા સ્પદ બની છે. જો કે વાયરલ થઈ રહેલા…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકાનુ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફર્યુ હતુ આદિપુરના ઘોડાચોકથી દબાણ હટાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ દિવસે ૨૫ જેટલા દબાણો દૂર કર્યા હતા આ કામગીરી સમયે મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદીપુરમા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે સોમવારે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા આદીપુરના ઘોડા ચોકથી ઓમ મંદિર સુધીના દબાણો હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામનુ માર્કિંગ કરી દબાણકારોને ગેરકાયદેસર બાંધકામ દુર…

Read More

લોકભાષા-ગાંધીધામ : ચોરી કે છળકપટથી મેળવેલ નીમ કોટેડ યુરીયા ખાતરની ૧૬૦ બોરીઓ સાથે બે શખ્સોને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ એસ.ઓ.જી.ટીમ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, ભચાઉ વિસ્તારમાં ચોપડવા લુણવા રોડ ૫૨ રંગોલી પ્લાય કંપનીમાં આવેલ ગગન ટીમ્બરના રેગજીન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવાનુ નીમ કોટેડ યુરીયા ખાતર ગેરકાયદેસર રીતે ઔધોગીક એકમમાં ઉપયોગમા લેવા સારૂ બે બોલેરો પિક અપ ગાડીમાં ભર્યુ છે અને તે અનલોડ થવાનું છે. આવી બાતમીના આધારે એસઓજી દ્વારા સ્થળ ઉપર તપાસ કરતા બે પીકઅપ બોલેરો પડેલ જે ડ્રાઈવર ઈમરાન રમજુભાઈ તથા ચન્દ્રેશ પ્રભુલાલના કબજાની પીકઅપ બોલેરો…

Read More

લોકભાષા-આણંદપર : દેસલપર નલીયા હાઈવે અને નખત્રાણા તાલુકાના મંગવાણા ચોકડી પાસે નર્મદા પાણીની લાઈનમાં બે દિવસ થયા ભંગાણ પડતા વગર વરસાદે રોડપર પાણી વહી નીકળ્યા હતા અને જયાં રોડપર ખાડાઓ હતા ત્યાં પાણી ભરાતા રીતસર નાના તળાવો જોવા મળ્યા હતા.એક બાજુ સીસી રોડનું કામ ચાલી રહ્યું છે.જેના કારણે રોડ સિંગલ બની જવાથી તેમજ બીજી બાજુ આ નર્મદાની લાઈનમાં ભંગાણ પડતા રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દેસલપર-નલીયા હાઈવે સતત ચોવીસ કલાક વાહનોની અવરજવરના કારણે ધમ ધમી રહ્યો છે.આ મંગવાણા ચોકડી પરથી ગઢશીશા, માંડવી, નલીયા, કોઠારા, નખત્રાણા, માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા ધાર્મિક…

Read More