Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના પાંચોટીયા ગામના હાલે માંડવી ખાતે રહેતા બુટલેગર સામે અનેક પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયા હોઇ આરોપી સામે પાસાની દરખાસ્ત મંજુર થતાં અટકાયત કરીને પાસાના કાયદા તળે વડોદરા જેલમાં મોકલી અપાયો છે. માંડવીના ભક્તિનગરમાં રહેતા દેવરાજ ગોપાલ ગઢવી (ઉ.વ.42) નામના બુટલેગર સામે પશ્ચિમ કચ્છના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના સંખ્યાબંધ ગુના નોંધાયા હોઇ બુટલેગરની દારૂ વેચવાની પ્રવૃત્તિથી લોકોના જાહેર જીવન પર અસર પડતી હોવાથી તેના વિરૂધ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે કલેક્ટરે મંજુર કરતા આરોપી દેવરાજ ગોપાલ ગઢવીને ઝડપી પાડીને વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી સામે માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને પાટણ સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ 22…

Read More

લોકભાષા-ભુજ : કચ્છમાં ફૂડ વિભાગ દ્વારા અવારનવાર મીઠાઈ ફરસાણના નમુના લેવાનું નાટક કરવામાં આવે છે આ સેમ્પલો લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે પરંતુ મહિનાઓ સુધી રિપોર્ટના અહેવાલ આવતા નથી કચ્છમાં ફૂડ વિભાગની કામગીરી શંકાસ્પદ રહી છે કારણકે વાર તહેવારે દેખાતું ફૂડ વિભાગ માત્ર સેમ્પલ લઈને જ સંતોષ માની લે છે. વડી કચેરી દ્વારા આપવામાં આવતી સૂચના બાદ થોડા ઘણા સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવામાં આવે છે બાદમાં કોઈ કાર્યવાહી થતી નથી.હાલમાં પણ દિવાળીના સમયમાં અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લીધાનો દાવો કરાયો હતો અન્ય જિલ્લાઓમાં ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે તો પણ માહિતી જાહેર કરવામાં આવે છે જેથી…

Read More

લોકભાષા-ભુજ : ગત 19મી ડીસેમ્બરના રોજ શેખપીરથી ભુજ જતા રોડ પર કુલદેવી કૃપા સર્વિસ સ્ટેશનની પાછળ ખુલ્લા પ્લોટમાં એક ટેન્કરમાંથી રૂપિયા 14,44 લાખની કિંમતનું 19 હજાર લીટર બાયોડીઝલ પકડાયું હતું. જે એફએસએલ રીપોર્ટ આવી જતાં પધ્ધર પોલીસ મથકમાં ગેરકાયદે જથ્થો સંગ્રહ કરનાર આમના ટ્રેડીંગના પ્રોપરાઇટર સામે બે માસ બાદ ફરિયાદ નોંધાવાઇ છે. ભુજ ગ્રામ્ય મામલતદાર એ.એન. શર્માએ સરકાર તરફે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અંજારના બુઢામોરા ગામના અને આમના ટ્રેડીંગના પ્રોપરાઇટર અકબર ઓસમાણ રાયમાએ શેખપીર નજીક કુલદેવી કૃપા સર્વિસ સ્ટેશનની પાછળ ખુલ્લા પ્લોટમાં ટ્રક નંબર જી.જે.12 ડબલ્યુ 8958 ટેન્કરમાં 19 હજાર લીટર ભેળસેળ યુક્ત બાયોડીઝલ (બી-100) જવલનશીલ પ્રવાઇ ભરી ટેન્કર સાથે…

Read More

લોકભાષા-ભુજ : શાળાઓ શરૂ થવાની હતી ત્યારે સરકારે આરટીઓ વિભાગને આદેશ આપતા સ્કૂલ વાહનોનું મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે અઠવાડિયા-દશ દિવસ સુધી ચેકિંગના નામે નાટક બાદ હવે આ તમામ તપાસો બંધ કરી દેવામાં આવી છે જાણે તમામ સ્કૂલ વાહન ચાલકો નિયમો પાળતા થઈ ગયા હોય તેમ આરટીઓએ મનોમન માની લીધું છે. શાળાઓ શરૂ થઈ ત્યારે ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને અમુક સ્કૂલ વાહન ચાલકોને દંડ આપવામાં આવ્યો હતો જે બાદ વિરોધ થયો અને હડતાલ પણ થઈ હતી તમામ ઘટનાક્રમ વચ્ચે થોડા દિવસ સુધી કાર્યવાહી ચાલી અને બાદમાં જેસે થે તેમ પરિસ્થિતિ જોવા…

Read More

લોકભાષા-ભુજ : મુંદરા તાલુકાના નાના કપાયા ગામે ગટરના નાલામાં પાણીમાં 25 વર્ષીય યુવતીનો ગળામાં કસીને કપડું બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મુંદરા પોલીસ મૃતકની ઓળખ સાથે ઘટનાનો ભેદ ઉકેલવા તપાસ તેજ કરી છે. તો, નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે સીમ વિસ્તારમાં 32 વર્ષીય યુવકે તો, લૈયારી ગામે 18 વર્ષના યુવાને ઝાડ પર લટકી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નાના કપાયા ગામે શુભમ પેટ્રોલપંપની પાછળના ભાગે એલ.એન્ડ ટી. કોલોની પાછળ આવેલ ગટરના વહેણના પાણીમાંથી ગુરૂવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં અજાણી 25 વર્ષની યુવતીની લાશ મળી આવી હતી. મુંદરા પોલીસે જણાવ્યું હતું કે,…

Read More

લોકભાષા-ગાંધીનગર : ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. રાજ્ય માટે પ્રસ્તાવિત યુનિફોર્મ સિવિલ કોડના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. સમિતિના અધ્યક્ષ શ્રીમતી રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા સુશ્રી ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં ચર્ચા દરમિયાન, સમિતિએ વિવિધ હિતધારકો સાથેના સમાવિષ્ટ પરામર્શ દ્વારા વર્તમાન…

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના તીર્થધામ માતાનામઢ ખાતે બિરાજ માન આશાપુરા માતાજીના મંદિરનું રીનોવેશન કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે જે આગામી દોઢ મહિનામાં પુર્ણ થશે. રૂા. ૩૭ કરોડના ખર્ચે માતાનામઢમાં વિવિધ વિકાસના કાર્યો થવા પામ્યા છે. માતાનામઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહવાઢેરના જણાવ્યા પ્રમાણે માતાનામઢખાતે આવેલા આશાપુરા માતાજી મંદિર, ખટલાભવાની, ચાચરચા કુંડ તેમજતળાવના બ્યુટીફિકેશન માટે યાત્રાધામ વિકાસ બોર્ડદ્વારા રૂા. ૩૭ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેને લઈનેકામગીરી હાથધરવામાં આવી હતી .જેમાં મોટાભાગની કામગીરી પરીપુર્ણથવા પામી છે. માતાનામઢમંદિર પરિસરને વિશાળ બનાવાયું છે. અહીં ઉદ્યાન, ફુવારા, લાઈટીંગ, દીપમાલા, ગેટબનાવવામાં આવ્યાછે. તેમજ તમામ સ્થળોએઁ કારીગરો દ્વારા નકશી કામ કરીને મંદિરને આખરી ઓપઆપવામાં આવ્યો છે તેની સાથે…

Read More

લોકભાષા-ગાંધીધામ : લાકડીયા પોલીસ દ્વારા ચોરાયેલી ત્રણ બાઈકને શોધી કાઢી બાઈક માલીકને અર્પણ કરી હતી. ગુજરાત પોલીસના તેરા તુજ કો અર્પણ સુત્રને સાર્થક કરી લાકડીયા પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. લાકડીયા પોલીસ મથકમા બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ હતી જે અંગે લાકડીયા પોલીસ દ્વારા બાઈક સાથે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર જે. એમ. જાડેજાએ આરોપીઓને ઝડપી લેવા પોલીસ કર્મચારીઓને સુચના આપી હતી ત્યારે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી વાહન ચેકીંગ દરમિયાન ચોરી કે છળકપટથી મેળવેલ ત્રણ મોટરસાયકલ કુલ કિંમત રૂપિયા 75000 ઝડપી પાડી હતી. લાકડીયા પોલીસ ઈન્સ્પેક્ટર જે. એમ જાડેજા દ્વારા આ ત્રણેય મોટરસાયકલ માલીકોને…

Read More

લોકભાષા-ભુજ : અબડાસા તાલુકાને સાંકડતી ભુજ-નલિયા રેલવે લાઈન કરોડો રૂપિયાના ખર્ચે પથરાઈ પરંતુ હજુ સુધી માલગાડી શરૂ થઈ પણ ટ્રેન શરૂ ન થતાં પ્રવાસીઓમાં કચવાટ ફેલાયો છે. હજુ પણ અનેક કામગીરી અધુરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ ૨૮ ઓક્ટો. ૨૦૨૪ના ભુજ-નલિયા બ્રોડગેજનું લોકાર્પણ કર્યું હતું. રૂા. ૧૦૯૪ કરોડના ખર્ચે પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ હેઠળભુજથી નલિયા રેલવે લાઈન પાથરવામાં આવી હતી. લોકાર્પણ બાદ ભુજ-નલિયા વચ્ચે માલગાડી શરૂ થઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ પણ ટ્રેન આ લાઈન વચ્ચે શરૂ થઈ નથી. રેલવે પેસેન્જર એસોસીએશનના મંત્રી પ્રબોધ મુનવરના જણાવ્યા પ્રમાણે ભુજ-નલિયા રેલવે લાઈનમાં હજુ અનેક અધુરાશો જોવા મળે છે. જેમાં…

Read More

લોકભાષા-ભુજ : ભુજમાં કસીરા પે નામની એપ દ્વારા મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારી પાસે કામ કરતા નખત્રાણાના યુવકે અલગ અલગ ખાતાઓમાં રૂપિયા 11 લાખ 90 હજાર જમા કરાવીને તેમાંથી 9.84 લાખ પરત ન આપી છેતરપીંડી કરતાં આરોપી વિરૂધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ભુજના પાટવાડી નાકા ભારતનગરમાં રહેતા મહમદ આરીફ તાલબભાઇ પંખેરીયાએ નખત્રાણા ખાતે રહેતા મંથન અશ્વિનભાઇ જેઠી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગત 18 ઓક્ટોબરથી 10 ફેબ્રુઆરી દરમિયાન બન્યો હતો. ફરિયાદી છેલ્લા બાર વર્ષથી ભુજ ખાતે કસીરા પે નામની એપ દ્વારા મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા હોઇ અને નખત્રાણા ખાતે તેમનું કામ આરોપી મંથન જેઠી…

Read More