Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ :પશ્ચિમ કચ્છમા વરસાદ વરસતા માર્ગો ઉપર પાણી ભરાયા હતા જેના કારણે વાહનચાલકો અટવાયા હતા. વરસાદ વરસતા આણંદપર(યક્ષ) મોરગર વચ્ચે આણંદપર ગામ નજીક આવેલ વોકળામાં પાણી આવતા વાહનો અટવાયા હતા. તેવું માવજીભાઈ છાભૈયાએ જણાવ્યું હતુ.
લોકભાષા-મુન્દ્રા : વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, સન્માન, સત્કાર અને આત્મીયતાની ભાવના કેળવાય, ભારતીય પ્રાચીન શિક્ષણ પ્રણાલી પ્રત્યે ગૌરવ કેળવે, ઋણસ્વીકારની ભાવના કેળવે તે હેતુથી અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે ગુરુપૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ 4 થી 10 સુધીના કુલ 55 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેને નિહાળવા 560 જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ નિમિતે અતિથિ વિશેષ મુન્દ્રા સી.કે.એમ.કન્યા વિદ્યાલયના નિવૃત આચાર્યા ડો. હીનાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગરુવંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ…
પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો જેમાથી ચાર લાખ ભોગ બનનારને ચુકવવાનો હુકમ લોકભાષા-ભુજ : મુંદરાના પોક્સોના કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે પાટણના દશરથ ઉર્ફે ભરત કાંતિલાલ ગાંચી નામના યુવકને આજીવન કેદની સજા સાથે પાંચ લાખનો દંડ ફટકારી દંડની રકમમાંથી ચાર લાખ ભોગ બનનારને ચુકવવા હુકમ કર્યો છે. ભોગબનનાર 17 વર્ષની સગીર કન્યા ગત 5 જુલાઇ 2016ના સમાજ તરફથી અમરનાથ યાત્રા સંઘમાં ગઇ હતી. જે સંઘની લકઝરી બસના કન્ડકટર સાથે સગીરાનો પરિચય થયો હતો. ત્યારે આરોપીએ પોતાનુ નામ ભરત ઠાકોર જણાવ્યું હતું. યાત્રા દરમિયાન બન્ને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઇ હતી. યાત્રામાંથી પરત આવી જતાં આરોપી ભરત અલગ અલગ નંબરથી ભોગબનનાર…

