Author: Nidhiresh A Raval
એમ્બેસી ઓફ ધી રીપબ્લીક ઓફ ઈન્ડોનેશીયા સાથે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ લોની અમદાવાદ ખાતે મીટીંગ યોજાઈ લોકભાષા-ભુજ : મીનીસ્ટ્રી ઓફ ટ્રેડ ઈન્ડોનેશીયા ટ્રેડ શો માટે ખાસ ગુજરાત આવેલા એમ્બેસી ઓફ ઘી રીપબ્લીક ઓફ ઈન્ડોનેશીયા સાથે ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ લોની અમદાવાદ ખાતે મીટીંગ યોજાઈ હતી. ખાસ મુલાકાતે આવેલા ઈન્ડોનેશીયા એમ્બેસીના ટ્રેડના ખાસ ગર્વમેન્ટ ઓફીસર સહાર્તાનો તથા મોહમ્મદ ઈકબાલ હાજીમિલ અને ઈન્ડોનેશીયા ટેડ પ્રમોશન સેન્ટરના ડાયરેકટર જુગ્રોહો પ્રિયો પ્રતોમો ઉડીસાથી સ્કીલ ટ્રેનિંગ પ્રા. લી.ના ડાયરેકટર બીભુ પ્રસાદ સ્વૈન સાથે જકાસા ઈન્ડોનેશીયામાં ૯ થી ૧૨ ઓકટોબર ૨૦૨૪ ના રોજ યોજાનારો ટ્રેડ એસ્પો થવા માટે ખાસ ગુજરાતનાં ઈન્વેસ્ટરોની મુલાકાત…
તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી લોકભાષા-ભચાઉ :ભચાઉ સામખીયારી હાઇવે પર કારમાં આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો હતો સામખિયાળી ભચાઉ હાઈવે ઉપર ગુરુવારે રાત્રે બલેનો કારમાં આગ લાગી હતી ભચાઉ ફાયર અને પોલીસે તાત્કાલિક પહોંચી કાર ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો જો કે કારને મોટુ નુકશાન થયું છે. ભચાઉ નગર પાલીકા ફાયર ટીમને ભચાઉથી સામખિયાળી તરફ જતા કેસરિગઢ રિસોર્ટ પાસે એક કારમાં આગ લાગી હોવાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી હતી દરમિયાન ગાડીમા એ.સી. ચાલુ રાખીને સુઈ…
ધોળું તળાવ પૂર્વ સરપંચ જ્યારે મોટોસર ધારાસભ્ય અને સંત મોહનદાસ બાપુના હસ્તે વધાવી ઓવારણાં લેવાયા લોકભાષા-ભુજ :નખત્રાણામાં શ્રીકાર વરસાદ થતાં નખત્રાણાના બે શોભાયમાન તળાવ ઓગની જતા વાજતે ગાજતે વધાવવામા આવ્યા હતા નખત્રાણા કે વી હાઇસકુલ પાસે આવેલ ધોળું તળાવ તેમજ રામેશ્વર ખાતે મોટો સર નામનું તળાવ નખત્રાણા નગર પાલિકા તેમજ રાજકીય સાંમાજિક આગેવાનો ના હસ્તે વધામણા કરી ઓવારણાં લેવામા આવ્યા હતા અહીં ના ધોળા તળાવ ને નખત્રાણા ના પૂર્વ સરપચ ચંદનસિંહ રાઠોડના હસ્તે વધાવાયું હતું જ્યારે મોટો સર તળાવ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ રામેશ્વર આશ્રમના મોહનદાસજી બાપુ ના હસ્તે વધામણા લેવાયા હતા બને તળાવો મા નાળિયેર ચુંદડી પ્રસાદી અર્પણ કરી…
લોકભાષા-ગાંધીધામ :અંજારમા વાહન ચોરી અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન વાહન ચોરીમાં બે સગીરવયના કિશોર બાઈક ચોરીમા સામેલ હોવાનું બહાર આવ્યું છે. અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કિશોરને ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યો હતો અને આ ચોરીમા અન્ય એક કિશોરનુ નામ પણ ખુલ્યુ હતુ અંજાર શહેરી વિસ્તારમાંથી હ્યુમન સોર્સીસ આધારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પકડી પાડી તેના વાલીવારસને બોલાવી પૂછપરછ ક૨તા તેને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર સાથે મળી બન્ને મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જેથી કાયદાના સંઘર્ષમાં આવેલા બને કિશોર વિરૂધ્ધ અંજાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.અંજાર પોલીસે કાયદાના…
શાળા સંચાલક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ : શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી કોગ્રેસ દ્વારા માંગ લોકભાષા-ગાંધીધામ :અંતરજાળની સેન્ટપોલ સ્કુલની ચારે બાજુ પાણી ભરાયેલું છે. શાળા સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર ખતરો હોવાના આક્ષેપો સાથે શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કુલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.આ અંગે ગાંધીધામ શહેર કોંગ્રેસના મહામંત્રી લતીફ ખલીફાએ જણાવ્યું હતું કે સેન્ટપોલ સ્કૂલ અંતરજાળ વિનાયક નગર સોસાયટીમાં આવેલ છે આ સ્કૂલ સંચાલકો તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી શાળાની આજુબાજુ સાફ સફાઈના અભાવે ગંદકી ફેલાયેલી છે આ શાળામાં અનેક બાળકો અભ્યાસ…
મોટી જાન હાની ટળી : ગામની ચારેબાજુએ પચીસથી ત્રીસ પવનચક્કીઓ આવેલી છે લોકભાષા-આણંદપરકચ્છમાં જયાં જુવો ત્યાં પવનચક્કીઓ જોવા મળી રહ્યા. તેમાં તો ભુજ તાલુકાના કુરબઈ ગામની ચારેતરફ પવનચક્કીઓ જોવા મળી રહી છે. કચ્છમાં પવનચક્કીઓના પાંખિયા તૂટવાનો સીલસીલો અવિરત યથાવત રહ્યો છે. ગત તા.૨૪/૭/૨૪ના રોજ ભુજ તાલુકાના કુરબઈ અને વિરાણી નાની વચ્ચે કુરબઈ ગામથી એક કિલોમીટરના અંતર પર સાંજના ચાર વાગ્યાની આસપાસ પવનચક્કીનું પાખીયું અધવચ્ચેથી તૂટીને નીચે પટકાયું હતું. સદભાગ્યે ત્યાં કોઈ હાજર ના હોવાથી મોટી જાન હાની ટળી હતી. અહીં ગૌચર જમીન હોવાના કારણે પશુ પાલકો પોતાના પશુઓને ચરાવવા આવતા હોય છે. સદભાગ્યે પવનચક્કીનું પાંખ તૂટ્યું ત્યારે ત્યાં કોઈ હાજર…
લોકભાષા-ભુજ :ક્ચ્છના વિવિધ મંદિરમા હિંડોળા મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે નખત્રાણા સ્વામિનારાયણ મંદિરમાં પણ હિંડોળા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મંદિરમાં કોડીના હિંડોળા બનાવવામાં આવ્યા છે ભાવિકોએ ખુબ જ મહેનતથી આ હિંડોળા બનાવ્યા હતા અને દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા તેમજ આ પ્રંસગે નાના અંગીયા સ્વામિનારાયણ મંદિર ના સાંખ્ય યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નખત્રાણા કર્મયોગી બહેનો પણ હાજર રહ્યા હતા.હિંડોળા મહોત્સવને લઈને ભાવિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હાલમાં હિંડોળા મહોત્સવને લઈને ભાવિકો ફ્રૂટ, કટલેરી, શાકભાજી, ડ્રાયફ્રૂટ સહીત અવનવી વસ્તુઓના હિંડોળા બનાવી રહ્યા છે
કેગ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયા સહિતના ભારત સરકાર અને ગુજરાત સરકારના સચિવો અને આઈ.એ.એસ. અધિકારીઓએ ભીમાસર ગ્રામ પંચાયતની કામગીરી નિહાળીને અભિનંદન પાઠવ્યા લોકભાષા-ગાંધીધામ :કચ્છ જીલ્લાના અંજાર તાલુકાની ભીમાસર ગ્રામ પંચાયતને અત્યાર સુધી અનેક એવોર્ડ મળી ચૂકેલ છે અને તાજેતરમાં જ ગુજરાત સરકાર તરફથી સ્માર્ટ વિલેજનો દરજ્જો પણ મળી ચૂકેલ છે. આ તમામ પંચાયતની કામગીરીને ધ્યાનમાં રાખી અને તાજેતરમાં ભારત સરકારના ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા-કેગ ગીરીશચન્દ્ર મુર્મુ દ્વારા રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ ટ્રેનીંગ સેન્ટર ઓફ લોકલ બોડીના ઉદ્ઘાટન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક ભીમાસર ગ્રામ પંચાયતને પંચાયતી રાજ સંસ્થા તરીકે કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીનું ૨૦ મિનીટ પ્રેઝન્ટેશન રજુ કરવાનું બહુમાન આપવામાં આવેલ હતું…
બજેટ અંગે પ્રતિક્રિયા આપતા અમુલ ફેડરેશનના વા. ચેરમેન વલમજીભાઈ આર. હુંબલ એ જણાવ્યુ હતું કે આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. ૧.૫૨ લાખ કરોડની જોગવાઈ કરી છે. જેના લીધે કૃષિ ક્ષેત્રને વેગ મળશે. નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારતની પ્રાથમિકતાના ભાગ રૂપે સહકારી ક્ષેત્રેના માધ્યમથી સર્વાંગી વિકાસ હેતુ નેશનલ કો-ઓપરેટીવ પોલિસી અમલી થશે જેના કારણે સર્વ વ્યાપી વિકાસ શક્ય બનશે. આ રીતે “ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસને ઝડપી ટ્રેક કરવા અને મોટા પાયે રોજગારીની તકો ઉત્પન્ન કરવાનો” પ્રયાસ કરશે.આ ઉપરાંત ૧ કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે તાલીમ આપવા જે બજેટ ફાળવવામાં આવ્યું છે જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળશે…
કુટુંબ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા અને સ્ત્રી આરોગ્ય કાર્યકરને સન્માનવામાં આવ્યા લોકભાષા-મુન્દ્રા :સમાજમાં વધતી જતી વસ્તીની સ્થિરતા લાવવા સારું અને સામાન્ય જનસમુદાયમાં આ બાબતની જાગૃતિ આવે તે ઉદ્દેશથી રોટરી હોલ મુંદ્રા ખાતે તાલુકાની તમામ સ્ત્રી આરોગ્ય કાર્યકર તથા આશા બહેનોના સંમેલનનને જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજ દવે, તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્રપ્રસાદ મહતો, રોટરીના પ્રમુખ બલદેવસિંહ જાડેજા, મંત્રી શૈલેષ માલી, રોટેરિયન વિરાટભાઈ, શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર અને મંત્રી લાલુભા પરમાર વિગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ડો.દવેએ વધતી જતી વસ્તીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા મોડા લગ્ન, પ્રથમ બાળક લગ્નબાદ તુરંત…

