લોકભાષા-ગાંધીધામ :
રાપર તાલુકાના ફતેહગઢમાં મધરાતે ફાયરીંગની એક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘેટાં ચરાવતો એક માલધારી રાત્રિના સમયે રસ્તા નજીક પોતાના માલઢોર સાથે સૂતો હતો, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ મળતી માહિતી મુજબ, મધરાતે આશરે અઢી વાગ્યે ચોર જેવા દેખાતા બે અજાણ્યા શખ્સો આવી ચડ્યા હતા. આ દરમિયાન માલધારી જાગી જતાં, બંને શખ્સોમાંથી એકે તેના પર સીધું ફાયરીંગ કરી દીધું હતું. ફાયરીંગ કરીને હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ હુમલામાં માલધારી ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને હાલ તે ગાંધીધામની ખાનગી હોસ્પિટલના સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી છે અને રાપર પોલીસ દ્વારા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાપરના ફતેહગઢમાં મધરાતે માલધારી પર ફાયરીંગથી ચકચાર
બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ
Previous Articleકચ્છમાં ભારે વરસાદ : ભુજ-મુન્દ્રા માર્ગ બંધ કરાયો
Related Posts
Add A Comment


