લોકભાષા-ભુજ :
હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં આવેલા આ બદલાવને પગલે સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. આગામી ૨૪ કલાક ભારે હોવાથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે.
કચ્છમાં આગામી ૨૪ કલાક ભારે
છૂટાછવાયા સ્થળોએ 'અત્યંત ભારે વરસાદ'ની પ્રબળ શક્યતા
Previous Articleકચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
Next Article કચ્છમાં ભારે વરસાદ : ભુજ-મુન્દ્રા માર્ગ બંધ કરાયો
Related Posts
Add A Comment


